વોશિંગ્ટનઃ રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. માનવતા, શાંતિ અને સંસ્કૃતિના આ દુનિયાના સૌથી મોટા મહોત્સવમાં 180 દેશમાંથી લોકો આવ્યા હતા અને તેના કારણે આ કાર્યક્રમ વિભિન્ન સંસ્કૃતિઓથી નિર્મિત પુષ્પગુચ્છ સમાન દેખાતો હતો. કાર્યક્રમમાં નૃત્ય અને સંગીતના રંગારંગ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુ શ્રીશ્રી રવિંશકરજીએ કહ્યુ હતું કે પૃથ્વી વૈવિધ્યથી ભરપૂર હોવા છતાં માનવીય મૂલ્યો બધે સમાન છે.