અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
બળદીયા ગામે નિર્માણ થયેલ નૂતન મંદિરના ભવ્ય ઉત્સવનું આયોજન આગામી તા. ૨૯-૪-૨૦૧૫થી તા. ૫-૫-૨૦૧૫ દરમિયાન કરવામાં આવ્યું છે. જેનું નિમંત્રણ આપવા બળદીયા ગામ સ્થિત શ્રી અબજીભાપાની છત્રી તેમજ શ્રી હનુમાનજી મંદિરના અધ્યક્ષ પૂ. શ્રી સ્વયમ સ્વામી, શ્રી વિશ્વપ્રકાશ દાસજી તેમજ સાધુ પુરૂષોત્તમ પ્રકાશ દાસજી, ટ્સ્ટી શ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ શ્રી છગનભાઇ પટેલ ખાસ યુકે અને બેલ્જીયમની મુલાકાતે પધાર્યા છે.
સંતમંડળ આગામી તા. ૧૫ શનિવારના રોજ સાંજે ૫થી ૭ દરમિયાન બોલ્ટન શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે સત્સંગ કરશે. તા. ૧૬થી ૧૮ દરમિયાન સંતોના રહેઠાણે ૧૨૩ માલવર્ન ગાર્ડન, કેન્ટન HA3 9PQ ખાતે સવારે ૯-૩૦થી ૧૧ દરમિયાન પ્રવચન કરશે અને સાંજે ૭થી ૯ દરમિયાન ક્લેરમોન્ટ હાઇસ્કૂલમાં સત્સંગ કરશે. તા. ૧૯ના રોજ બુધવારે સવારે અને સાંજે રહેઠાણે સત્સંગ કરશે. સંપર્ક: 020 3490 3447.