મૂળ એડનના વતની અને હાલ લંડનના ફિંચલી ખાતે રહેતા શ્રી એડન દેપાલા મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ હિંમતલાલ પરમાનંદ જગાણી (દેપાલા) નું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે નિધન થયું છે. સ્વર્ગસ્થ ૩૦ વર્ષ સુધી એડન દેપાલા મિત્ર મંડળના પ્રમુખ રહ્યા હતા અને યુકે હ્યુમન સર્વિસ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા તેમજ અન્ય ચેરિટેબલ સંસ્થાઅો સાથે સંકળાયેલા હતા. સદ્ગતની અંતિમક્રિયા તા. ૨૦-૪-૨૦૧૭ના રોજ ગુરૂવાર બપોરે ૪ કલાકે મેરીલબોન ક્રિમેટોરીયમ, ઇસ્ટ એન્ડ રોડ, ઇસ્ટ ફિંચલી N2 ખાતે થશે. સંપર્ક: સુરેશભાઇ જગાણી 020 8346 8730.