વેમ્બલીના સડબરી ખાતે આવેલા જલારામ જ્યોત મંદિર ખાતે દીપાવલિ અને નૂતન વર્ષે પ્રસંગે દર્શનાર્થી ભક્તોનો મેળો જામ્યો હતો. જલારામ જ્યોત મંદિર તેની સ્થાપના થઇ ત્યારથી જ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઅોનું કેન્દ્ર બની ગયું છે. દીપાવલિ અને નૂતન વર્ષ દરમિયાન ગુરૂવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા અને મંદિરના ત્રણ પૂશ્રીનાથજી હવેલી, સડબરી ખાતે અન્નકૂટ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવેલીના મુખીયાજી બાબુભાઇ ત્રિવેદી અને તેમના પત્નીએ પુષ્ટીમાર્ગીય સિધ્ધાંતોનું ચુસ્ત પાલન કરીને અન્નકૂટની પ્રસાદી તૈયાર કરી હતી. સૌ વૈષ્ણવ ભક્તોિના દર્શન માટે મુખીયાજી અને ભક્તોએ ખૂબજ પ્રેમ અને ઉમંગ સાથે શ્રીજીબાવા સમક્ષ અન્નકૂટ સજાવ્યો હતો.
નૂતન વર્ષના પ્રારંભે સવારે ૬-૩૦થી જ વૈષ્ણવ ભક્તો દર્શને આવવા શરૂ થઇ ગયા હતા અને સાંજ સુધીમાં તો હજારો ભક્તો દર્શનનો લાભ લઇ ચૂક્યા હતા. વૈષ્ણવ ભક્તોનો માનવ મહેરામણ જોતાં હવેલીના ટ્રસ્ટીઅોએ રાતના ૧૧ સુધી સૌ વૈષ્ણવોને દર્શનનો લાભ આપ્યો હતો. આ વર્ષે શ્રીનાથજી હવેલીના દર્શને સૌથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાકને તો આ સ્થળે હવેલી છે તેની પણ જાણ નહોતી. શ્રીનાથજી હવેલીના ટ્રસ્ટીઅો અને મેનેજમેન્ટ દ્વારા ઉત્સવની ઉજવણીમાં સહકાર આપનાર સૌ વૈષ્ણવોનો આભાર વ્યક્ત કરાયો હતો.જારીઅોએ સૌ ભક્તોને દર્શન, પૂજા અને પ્રસાદનો લાભ આપ્યો હતો.
તા. ૩૧મી અોક્ટોબરના રોજ સવારના ૭ વાગ્યાથી જ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લેવાનું શરૂ કરી દીધું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોને કારણે સુરક્ષા વ્યવસ્થા જાળવવા બપોરે ૪ કલાકે મંદિરના દરવાજા બંધ કરવા પડ્યા હતા. બપોરે ૧, ૩ અને સાંજે ૬-૩૦ કલાકે અન્નકૂટ આરતી કરવામાં આવી હતી અને બપોરે ૧થી રાત્રીના ૮ દરમિયાન સૌ માટે પ્રસાદનું આયોજન કરાયું હતું. દર્શને આવતા ભક્તોની સંખ્યાને જોતાં મેનેજમેન્ટ દ્વારા રાત્રીના ૧૧ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. અત્યાર સુધીના ઇતિહાસમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઅો ઉમટી પડ્યા હતા. મંદિરના ટ્રસ્ટીઅો, વોલંટીયર્સ અને મેનેજમેન્ટ દ્વારા ઉત્સવની ઉજવણીમાં સહકાર આપના સૌ ભક્તોનો આભાર વ્યક્ત કરાયો હતો.