શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, બર્મિંગહામ ખાતે જલારામ કથાનું ધામધૂમપૂર્વક યોજન કરાયું હતું. આ પ્રસંગે લંડન નિવાસી કથાકાર શ્રી રવિ શાસ્ત્રીએ જલારામ કથાનું રસપાન મધુર શબ્દોમાં કરાવ્યું હતું. પૂ. જલારામ બાપાના પરચાઅો અને રોજીંદા જીવનમાં તેમના ઉપદેશોના પાલનથી થતા ફાયદા અને સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધાના નિર્મુલન માટે માર્ગદર્શન આપ્યું હતું.