શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૨૩ સપ્ટેમ્બર,૨૦૧૮ને રવિવારે કોવેન્ટ્રીમાં ગોલ્સ સેન્ટર ખાતે પાંચમા વાર્ષિક 5 a સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તેમાં ક્રોલી, બર્મિંગહામ, કોવેન્ટ્રી, લેસ્ટર, લંડનની લિંબાચીયા જ્ઞાતિ સંસ્થાઓ તેમજ ગુજરાતી વાળંદ જ્ઞાતિ લેસ્ટરના સભ્યોની ટીમોએ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટમાં શ્રી લિંબાચીયા જ્ઞાતિ મંડળ, લંડનની ટીમ પ્રથમ સ્થાને વિજેતા બની હતી. શ્રી લિંબાચીયા જ્ઞાતિ હિતેચ્છુ સમાજ કોવેન્ટ્રીની ટીમ રનર્સ અપ રહી હતી.