શ્રી વલ્લભ નિધિ - યુકે દ્વારા નવનિર્મિત કામેશ્વર મહાદેવ મંદિરના લોકાર્પણ પ્રસંગે 9 સપ્ટેમ્બર - શનિવારે શ્રી સનાનત હિન્દુ મંદિર (ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TA) ખાતે મહંતશ્રી દેવપ્રસાદજી બાપુના પાવન સાંનિધ્યમાં શિવ મહા પૂજાનું આયોજન થયું છે. આ પ્રસંગે સાંજે 4.30 વાગ્યે પૂજા-અભિષેક-હવન, સાંજે 6.00 વાગ્યે આરતી અને સાંજે 6.00થી 7.15 ભજન અને દેવપ્રસાદજી બાપુના આશીર્વચનના કાર્યક્રમ યોજાયા છે. બાદમાં કૈલાશ હોલ એન્ડ ડાઇનિંગ હોલમાં પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. વધુ વિગત માટે સંપર્કઃ ભાવિકભાઇ 07801838511 અથવા જૂઓ વેબસાઇટઃ www.svnuk.org