શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં તુલસી વિવાહનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ માતા તુલસી વુંદા અને ભગવાન શાલિગ્રામ – વિષ્ણુના લગ્ન, ભજન સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને સેવાભાવી કચ્છી અગ્રણી શ્રી કાનજીભાઇ જેસાણી અને ધનુબેન જેસાણીએ ભગવાન વિષ્ણુના પરિવાર તરીકે યજમાન પદ સ્વીકાર્યું હતું. જ્યારે માતા વૃંદા - તુલસી પક્ષે વિલ્સડન મંદિરના કિચન વિભાગના સેવાભાવી કાર્યકર મનજીભાઇ અને કાન્તાબેન ભૂડીયાએ યજમાન પદ સ્વીકાર્યું હતું.