ગુર્જર હિન્દુ યુિનયન-ક્રોલી સંચાલિત શ્રી સનાતન હિન્દુ મંદિર (એપલ ટ્રી સેન્ટર)ની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતાં હોવાથી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે વિખ્યાત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી તા. ૮ અોગષ્ટના રોજ ક્રોલીના શ્રી સનાતન મંદિરમાં પધારી રહ્યા છે. અા પ્રસંગે સવારે પૂ.ભાઇશ્રીની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસા થશે ત્યારબાદ પૂ.ભાઇશ્રીનું સ્વાગત, અારતી અને ૧૦-૩૦ થી ૧૧-૩૦ પૂ.ભાઇનું પ્રવચન, અાશીર્વચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં અાવ્યો છે. બપોરે ૧૨ વાગ્યે રાજભોગ અારતી બાદ મહાપ્રસાદ. વધુ વિગત માટે જુઅો જાહેરાત અથવા સંપર્ક ભરતભાઇ 07967 339 790