જલગાંવઃ શ્રી સિદ્ધિ વેંકટેશ દેવસ્થાન દ્વારા આયોજિત શ્રીલંકાસ્થિત અશોક વાટિકાની યાત્રાનો 10માર્ચ, 2024ના રોજ આરંભ થયો હતો. રામાયણ સર્કિટના પવિત્ર સ્થળોને આવરી લેતી આ 10 દિવસની યાત્રામાં ટ્રેઈન, ફ્લાઈટ્સ અને લક્ઝરી કોચ થકી પ્રવાસમાં શ્રીલંકાના અન્ય મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળોને પણ સમાવી લેવાયા હતા. યાત્રિકો 8 દિવસ શ્રીલંકામાં વીતાવી 21 માર્ચે જલગાંવ પરત આવ્યા હતા.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન કરાયું છે ત્યારે અન્ય ટ્રાવેલર્સની માફક જલગાંવના શ્રી સિદ્ધિ વેંકટેશ દેવસ્થાને પણ અશોક વાટિકાની યાત્રા પ્રત્યે વિશેષ ઉત્સાહ દર્શાવ્યો છે. આ વર્ષ હિન્દુ સંસ્કૃતિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે ત્યારે આ યાત્રા માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ જ નહિ, સાંસ્કૃતિક સમૃદ્ધિને સુસંગત છે.
તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ખાતે આશીર્વાદ મેળવી શરૂ કરાયેલી યાત્રામાં મુનેશ્વરમ ટેમ્પલ, મનાવરી ટેમ્પલ તેમજ પવિત્ર અશોક વાટિકા સહિત પવિત્ર સ્થળોનો સમાવેશ થયો હતો. અશોક વાટિકા ખાતે અનોખા કાર્યક્રમ સ્વરૂપે 275 શ્રદ્ધાળુઓ દ્વારા સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો તે યાત્રિકો માટે ઐતિહાસિક ક્ષણ બની રહી હતી. આયોજકો દ્વારા સીનિયર સિટિઝન્સ અને દિવ્યાંગ પ્રવાસીઓની સગવડ પર વિશેષ ધ્યાન અપાયું હતું તેમજ વ્હીલચેર્સની સુવિધા, સ્થાનિક હોસ્પિટલ્સ સાથે જોડાણ, ઈમર્જન્સી માટે વાહનો અને અનુભવી ગાઈડ્સની ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રી સિદ્ધિ વેંકટેશ દેવસ્થાન, જલગાંવ વાર્ષિક યાત્રાપ્રવાસોના આયોજનની પરંપરાને આગળ વધારવા સજ્જ છે અને સપ્ટેમ્બર 2024માં હરિદ્વાર ધામ, તેમજ 2025માં વિયેતનામ, યુએઈ અથવા બાલી જેવાં સ્થળોએ વિદેશપ્રવાસનું આયોજન વિચારે છે.