શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર દ્રારા જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૬ મી જયંતી ઉજવાઈ

Wednesday 02nd December 2020 04:59 EST
 
 

કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૬મી જયંતીની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન કરનારા એક માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત સદ્ગુરુ આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઓનલાઈન કરવામાં આવી હતી. મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે જણાવ્યું હતું કે આ પ્રસંગે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ બાય ૬ ફૂટની વિશાળ કૃતિ તૈયાર કરવામાં આવી હતી અને તેનું પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું.

જીવનપ્રાણ બાપાશ્રીની પ્રાગટ્ય જયંતી પ્રસંગે કીર્તનગાન અને ઓચ્છવ કરીને સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી. આ ઉજવણી નિમિત્તે શ્રી અબજીબાપાશ્રી વાતોની ૩૧ પારાયણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૭૫૫ ક્લાક સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter