અમદાવાદઃ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સિકાકસ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અમેરિકાના ન્યૂ જર્સીના સિકાકસ ખાતે ઐતિહાસિક 780 ક્લિો સુવર્ણતુલાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજી બાપાશ્રી તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપના મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીએ કરી હતી. મણિનગર ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર- સિકાકસમમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 22મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ ત્રિદિવસીય મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાસભર પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વચનામૃત ગ્રંથની પારાયણ, સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, કથાવાર્તા, મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસોત્સવ તથા ષોડશોપચારથી પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.