નરનારાયણ દેવ મંદિર ભૂજના તાબા હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ખાતે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મંદિરમાં કોવિડ ટેસ્ટની આ સુવિધા ઉભી કરવા બદલ હેરો કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ સીન હેરિસ અને કાઉન્સિલર ગ્રેહામ હેન્સને એક પત્ર પાઠવીને મંદિરના ટ્રસ્ટી ભીમજીભાઈ તથા અન્ય ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન દ્વારા હજારો જરૂરતમંદોને વર્ષ ૨૦૨૦ દરમિયામ ફ્રી મીલ્સ પૂરા પાડવામાં આવ્યા હતા તેમજ નોર્થવિક પાર્ક હોસ્પિટલને ડોનેશન પણ આપવામાં આવ્યું હતું.