અમદાવાદમાં સાબરમતી નદીકિનારે ભાટ ગામે તૈયાર થનારા દેશના પ્રથમ ગૌમાતાના મંદિર સુરભિ શક્તિપીઠ ખાતે ભગવાન કૃષ્ણના અવતરણને 5252 વર્ષ નિમિત્તે કારતક સુદ પૂનમ - ચોથી નવેમ્બરે 5252 તુલસી વિવાહ યોજાયા હતા. એક સાથે એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં તુલસી વિવાહ સંપન્ન થવાની સાથે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો હોવાનો દાવો આયોજકોએ કર્યો હતો. તુલસી વિવાહ માટે રાજ્યના અનેક ગામડાઓમાંથી કન્યા પક્ષ તરીકે લોકો તુલસી માતાને લઈને આવ્યા હતા, જ્યારે વર પક્ષ તરીકે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના લોકો શાલિગ્રામ ભગવાનની જાન લઈને પહોંચ્યા હતા.
300 વીઘા જમીનમાં 5 બ્લોક
• 9 હજાર ચોરસ મીટરમાં 7 માળની શક્તિપીઠ ત્રણ વર્ષમાં તૈયાર થશે.
• 52 કુંડી સુરભિ યજ્ઞમાં 12 લાખ આહુતિ સાથે 52 લાખ શ્રી સુરભિ મંત્ર જાપ.
• 24 કલાક અખંડ સંકીર્તન યોજાયું, 10 દિવસમાં 2 લાખ લોકોએ ભોજન પ્રસાદ લીધો
• 300 વીઘાથી વધુ જમીનમાં 5 બ્લોક તૈયાર કરી 5252 તુલસી વિવાહ સંપન્ન
• દેશભરમાંથી આવેલા સેંકડો સંતો સહિત 1 લાખ લોકો તુલસી વિવાહમાં જોડાયા
• તુલસી વિવાહ વૃંદાવનથી આવેલા બ્રાહ્મણોએ સંપન્ન કરાવ્યા