લંડનઃ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપૂર (SRMD) યુકે દ્વારા શનિવાર 22 જુલાઈ અને રવિવાર 23 જુલાઈએ નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે લંડન યુથ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા ઉત્સવમાં 18થી 39 વયજૂથના યુવાનો વ્યક્તિગત અને સામાજિક અસરની યાત્રાનો અનુભવ કરશે.
SRMD ગ્લોબલ યુથ ફેસ્ટિવલ 2022ની અભૂતપૂર્વ સફળતાના પગલે લંડન યુથ ફેસ્ટિવલ 2023નું આયોજન કરાયું છે. ગ્લોબલ યુથ ફેસ્ટિવલમાં વિશ્વભરના 3,000થી વધુ યુવાનોએ સાંસ્કૃતિક, આધ્યાત્મિક, માનવતાવાદી, સામાજિક અને એથ્લીટિક પ્રવૃત્તિઓના અનોખા સંમિશ્રણમાં ઉલટભેર ભાગ લીધો હતો. આધ્યાત્મિક સ્વપ્નદર્શી અને વૈશ્વિક માનવતાવાદી પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી આયોજિત SRMD લંડન યુથ ફેસ્ટિવલ સમગ્ર દેશના યુવાનોને એક સાથે લાવશે અને બે દિવસમાં 25 નોંધપાત્ર ઈવેન્ટ્સ યુવાનો માટે રોમાંચક અને ઈનોવેટિવ અનુભવ કરાવશે.
ફેસ્ટિવલની હાઈલાઈટ્સ - તમારી જાતની સાચી ઓળખ કરો
તમારી સંવેદનાને જાણોઃ સૌથી વધુ જરૂરિયાતમંદોના જીવનમાં કરૂણામય તરંગો સર્જવાના પ્રયાસરૂપે આ ફેસ્ટિવલમાં વાસ્તવિક સામાજિક પડકારોના નવતર ઉકેલને પ્રોત્સાહિત કરવા હેકાથોનનો સમાવેશ કરાયો છે જેનું સંચાલન ‘એ મિલેનિયલ માઈન્ડ’ પોડકાસ્ટના સ્થાપક શિવાની પાઉ સહિત નિષ્ણાત મેન્ટર્સ કરશે. તમે પણ આવા પરિવર્તનકાર બની સાઉથ એશિયન કોમ્યુનિટીઝ માટે માનસિક આરોગ્યની પહોંચ સુધારવી, અન્નસુરક્ષાની ચોકસાઈ માટે ખોરાકના વપરાશ વિશે પુનઃવિચાર અને હાઉસિંગ સુવિધાની પહોંચની ખાઈ ઘટાડવી સહિત વિવિધ વિષયો પર પ્રવચન આપી શકો છો. આ ઉકેલો ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ સમક્ષ રજૂ કરાશે જેના થકી આગળ વધી તેના અમલ અને તફાવત સર્જવાની તક પ્રાપ્ત થશે.
આ ફેસ્ટિવલમાં વિશિષ્ટ ચેરિટી ફાયરવોકનો સમાવેશ થાય છે જે એવો અનુભવ છે જ્યાં તમે તાલીમબદ્ધ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તમારા ભયને જીતી શકશો અને મૂલ્યવાન ઉદ્દેશો માટે ભંડોળ એકત્ર કરવા સાથે જાતને પડકાર આપી શકશો. ભાગ લેનારાને ઓછી આવક સાથેના પરિવારોના બાળકો, ઘરનિહોણા અને વયોવૃદ્ધો માટે સાથે મળીને એન્ડ-ટુ-એન્ડ પ્રોડક્શન લાઈન મારફત પર્સનાલાઈઝ્ડ ગિફ્ટ પેક્સ બનાવવાની પણ તક મળશે.
તમારા હેતુ-લક્ષ્યને ઓળખોઃ બાહ્ય અને આંતરિક પરિવર્તન લાવવા માટે આત્મચિંતન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સંબંધોને સમૃદ્ધ બનાવવા સહિતના વિવિધ વિષયો પર તલ્લીનતાપૂર્ણ અને પારસ્પરિક આદાનપ્રદાનના વિઝડમ માસ્ટર ક્લાસીસ પણ રહેશે.
તમારી શાંતિની ઓળખ કરોઃ આ ફેસ્ટિવલમાં ચોકોલેટ મેડિટેશન, ગ્લો સ્ટિક મેડિટેશન, ટેક્નો યોગ અને યોગાલેટ્સ સહિત એક્સપરિમેન્ટલ વેલનેસ દ્વારા શરીર અને મન એક રેખામાં લાવવાની અનોખી તક મળી શકશે. આ સત્રોની આગેવાની SRMD યોગાના ગ્લોબલ હેડ આત્મર્પિત શ્રદ્ધાજી સંભાળશે. તેમણે સમગ્રતયા સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે,‘આપણી સતત દોડાદોડી અને અરાજકતાપૂર્ણ જીંદગીઓમાં શારીરિક, માનસિક, સંવેદનાત્મક અને આધ્યાત્મિક ફિટનેસ વિશેષ મહત્ત્વપૂર્ણ બની ગયેલ છે. આપણે કાર્મિક કેલરીઝ બાળવાની કળા શીખીએ અને આનંદિત, સ્વસ્થ જીવન જીવવાં આપણા હૃદયોનું લાલનપાલન કરીએ!’
કોઈ પણ વ્યક્તિ ‘ધ આર્ટ ઓફ સ્માર્ટ લિવિંગ - લાઈફ હેક્સ ટુ ટેઈક હોમ’, ‘ફોર્જિંગ યોર વે, રિઝ્યુમ મેકિંગ એન્ડ ઈન્ટર્વ્યૂ સ્કિલ્સ’ અને ‘ફ્લેક્સ યોર મેન્ટલ મસલ, અનલોક યોર બ્રેઈન્સ પોટેન્શિયલ’ જેવાં એક્સ્પિરીઅન્સ બૂથ્સમાં જોડાઈ શકે છે.