સંકટ સે હનુમાન છુડાવૈઃ ચિન્મય મિશન અમદાવાદનો અનોખો સંકટમોચન હનુમાન હવન

Wednesday 09th September 2020 08:32 EDT
 
 

અમદાવાદમાં આવેલા ચિન્મય મિશન કેન્દ્ર દ્વારા અનોખા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને લીધે લોકોમાં હતાશા વ્યાપી ગઈ છે તેને ધ્યાનમાં લઈને ‘સમસ્યા અનેક ઉપાય એક’ શીર્ષક હેઠળ સંત તુલસીદાસજી રચિત સંકટમોચન હનુમાન અષ્ટકમ્ વિશે ઓનલાઇન જ્ઞાનયજ્ઞ યોજાયો હતો. સંસ્થાના સ્વામી અવ્યયાનંદજીએ હનુમાનજી આપણને મુશ્કેલ પરિસ્થિતિમાં કઈ રીતે માર્ગદર્શન આપે છે તે વિશે ઉદાહરણો સાથે આ સ્તોત્રનો ગહન અર્થ સમજાવ્યો હતો. સંસ્થાની પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પરથી આ પ્રવચનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને તેની પૂર્ણાહુતિના અવસરે હનુમાનજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને વિશ્વને કોરોનામુક્ત કરવા માટે આ હવન કરવામાં આવ્યો હતો. વહેલી સવારે પરમધામ મંદિરના પવિત્ર વાતાવરણમાં યોજાયેલા હવનમાં પરમધામ યુ-ટ્યૂબ ચેનલના માધ્યમથી જોડાઈને મોટી સંખ્યામાં લોકોએ પરોક્ષ આહુતિ આપી હતી અને આ સંકટ સામે લડવા સૌને સક્ષમ બનાવવાની સંકટમોચનને પ્રાર્થના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter