બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• નવનાત વણિક એસોસિએશન દ્વારા બુધવાર - 9 એપ્રિલે વૈશ્વિક ગ્લોબલ નવકાર મહામંત્ર ડે પ્રસંગે 20 જૈન સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શાંતિ માટે સામૂહિક વૈશ્વિક પ્રાર્થના. સ્થળઃ નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ - Ub31ar). આ સમૂહ પ્રાર્થનામાં આપ ઝૂમના માધ્યમથી ઓનલાઇન (આઇડીઃ 863 0969 3989 - પાસકોડઃ 758447) પણ જોડાઇ શકો છો. (સમયઃ BST સાંજે 7.02 થી 7.47). નવનાત સેન્ટર પર પહોંચવા ઇચ્છતા લોકોને સાંજના 6.45 વાગ્યે પહોંચી જવા અનુરોધ કરાયો છે.
• ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલબિઇંગ અને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ લેન્કેશાયરના સંયુક્ત ઉપક્રમે શનિવાર - 12 એપ્રિલે ફોસ્ટર બિલ્ડીંગ UCLAN (ફિલ્ડે રોડ પ્રેસ્ટન - PR1 2HE) ખાતે પ્રેસ્ટન હેલ્થ મેળાનું આયોજન થયું છે. મુખ્ય મહેમાનઃ ડો. મુમતાઝ પટેલ - પ્રેસિડેન્ટ - રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ, લંડન). આરોગ્ય અને મનોરંજનના આ મેળાવડામાં પ્રવેશ અને કેમ્પસ પાર્કિંગ વિનામૂલ્યે છે.
• બ્રહ્માકુમારીઝ - અપ્ટન પાર્ક દ્વારા શનિવાર-રવિવાર તા. 12 અને 13 એપ્રિલ (સાંજે 4.00થી 5.0) ‘વર્તમાન કાળચક્રમાં ભાગવત અને ગીતાનું મહત્ત્વ’ વિષય પર હિન્દીમાં ઓનલાઇન ઇન્ટરએક્ટિવ ઝૂમ પ્રોગ્રામ. વક્તાઃ સિસ્ટર બી.કે. શિવમણી. (ઝૂમ આઇડીઃ 992 2514 0054 / પાસકોડઃ 120425). વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 0208 471 0083
• નવનાત વણિક એસોસિએશન દ્વારા રવિવાર - 20 એપ્રિલે (સવારેઃ 10.15થી બપોરે 1.15) મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી પ્રસંગે શોભાયાત્રા, સ્નાત્રપૂજા, સ્તવન, 14 સ્વપ્ન, કલ્પ સુત્ર વાંચન, મહાવીર પ્રભુ જન્મ નૃત્ય-ગરબા, પ્રભુની પારણામાં પધરામણી, આરતી અને મંગલ દીવો અને સ્વામી વાત્સલ્ય. સ્થળઃ નવનાત સેન્ટર (હેય્સ)
• કરમસદ સમાજ યુકેનો 54મો વાર્ષિક મિલન સમારોહ અને મનોરંજક કાર્યક્રમ તા. 27 એપ્રિલ (બપોરે 2.30થી). સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA (વિશાળ કાર પાર્કિંગ સાથે). કરમસદવાસીઓને આ મિલન સમારોહમાં હાજરી આપવા અને સાંસ્કૃતિક-સંગીતમય કાર્યક્રમોની મજા માણવા સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે. પોસ્ટેજના ઊંચા દરના કારણે હવે સંસ્થાના સર્ક્યુલર્સ ઇલેક્ટ્રોનિકલી મોકલવાનું શરૂ કર્યું હોવાથી જો આપે મોબાઇલ નંબર કે ઇમેઇલ આઇડી રજીસ્ટર્ડ ના કરાવ્યું હોય તો www.karamsadsamaj.com વેબસાઇટ પર અથવા ઇમેઇલ આઇડી [email protected] મારફતે નોંધણી કરાવી શકો છો.