બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો - સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે તા. 9 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન સાંજે 6.00થી 8.30 ચૈત્રી નવરાત્રીનું ઉજવણી થશે. આ પ્રસંોગે યજમાન તરીકે પહેલા નોરતે વીએચપી ઇલ્ફર્ડ, બીજા નોરતે માતા કે ભગત, ત્રીજા નોરતે ઇન્દરદીપસિંહ પરિવાર, ચોથા નોરતે કોમલ રામ પરિવાર, પાંચમા નોરતે મોહનસિંહ પરિવાર, છઠ્ઠા નોરતે મિન્ટ લીફ પરિવાર, સાતમા નોરતે ગુડમેય્સ ક્રિકેટ ક્લબ, આઠમા નોરતે (દુર્ગાષ્ટમી) અશ્વની શર્મા પરિવાર અને નવમા નોરતે ઉષા શમીનાથન પરિવાર લાભ લેશે. માતા કી ચૌકી સાંજે 6.00થી 7.15 યોજાશે. હનુમાન જયંતી પ્રસંગે 23 એપ્રિલે સાંજે 5.30થી 8.30 હનુમંત પૂજન, હનુમાન ચાલીસાના 11 પાઠ અને આરતી થશે.
સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE કાર્યક્રમની વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8553 5471