સંસ્થા સમાચાર (અંક 13 મે 2023)

Tuesday 09th May 2023 16:30 EDT
 

• એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા બ્રેન્ટ હેલ્થ મેટર્સના સહયોગમાં 14 મેના રોજ (સવારે 10.00થી સાંજે 4.00) એસએમવીએસ યુકે સેન્ટર (યુનિટ-6, બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ,સ ક્વીન્સબરી, લંડન NW9 9RL) ખાતે તન-મનના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા જનરલ હેલ્થ ચેકઅપ, બ્લડપ્રેશર ચેક, બીએમઆઇ ઇન્ડેક્સ, બ્લડ સુગર ટેસ્ટ, ડાયાબિટિસ રિસ્ક સ્કોર વગેરેની તપાસ થશે. આ ઉપરાંત અહીં વિવિધ વિષય પર હેલ્થ ટોકનું પણ આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ ફોન - 0203 630 0032 / 07430 712345
• નારાયણ સેવા સંસ્થાન - યુકે અને નારાયણ સેવા સંસ્થાન - ઉદયપુર (ભારત)ના ઉપક્રમે લંડન સહિતના વિવિધ વિસ્તારોમાં ભજનસંધ્યા કાર્યક્રમ યોજાયા છે. જે અંતર્ગત 20 અને 21 મેના રોજ લીડ્સ (હિન્દુ મંદિર, 36 એલેક્ઝાન્ડ્રા રોડ, બર્લે, લીડ્સ LS6 1RF) ખાતે ભજનસંધ્યા યોજાશે. બન્ને દિવસે સમય બપોરના 3.00થી સાંજના 6.00. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ થશે. વધુ વિગત માટે સંપર્કઃ ભીખુભાઇ પટેલ (ફોનઃ 79732 66569)
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે દર બુધવારે (સાંજે 7.30થી 8.30) યોગ કલાસ યોજાય છે. આ ઉપરાંત દર રવિવારે સત્સંગ (સાંજે 6.00થી 7.15), મંગળવારે મહિલા સત્સંગ (બપોરે 12.00થી 2.00) અને ગુરુવારે સિનિયર સિટિઝન્સ સભા (સવારે 11.00થી 1.00) યોજાય છે. મંદિરમાં દર્શનનો સમય સવારે 8.30થી 12.00 અને સાંજે 6.00થી 8.30 છે. આરતી સવારે 10 વાગ્યે થશે. વધુ વિગત માટે સંપર્કઃ +44 20 8553 5471
• પંકજ સોઢા સંચાલિત ગેલેક્સી શો દ્વારા ‘ઇશારા ઇશારામાં’ નાટકના શો રાઇસ્લીપ ખાતે 12 મે (રાત્રે 8.00), 13 મે (બપોરે 2.00 અને રાત્રે 8.00) અને 14 મે (બપોરે 2.00)ના રોજ રજૂ થશે. વધુ વિગત માટે સંપર્કઃ 07985 222186.
• ગુજરાતી નાટક ‘પટેલ્સ મિલિયન્સ’નો શો 20 મેના રોજ લેસ્ટરના ડે મોન્ટફોર્ટ હોલમાં યોજાશે. આ નાટકમાં પાર્લે પટેલ મુખ્ય ભૂમિકામાં ચમકે છે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.patelsmillions.co.uk


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter