‘ઓમ શક્તિ સેન્ટર’ યોજિત વડિલ સન્માન સમારોહ
આપણા સમાજના વડિલો જેઓએ નિ:સ્વાર્થભાવે, સ્નેહપૂર્વક આપણું લાલન-પાલન અને ઊછેર કર્યો છે, જીવનભર સહકાર આપ્યો છે એવા વડિલોને બુધવાર - ૭ જૂન ૨૦૨૩, સવારે ૧૦-૩૦ વાગ્યે ‘ઓમ શક્તિ સેન્ટર’ દ્વારા એવોર્ડ આપીને સન્માન કરવાનું આયોજન કર્યું છે. તમારા પરિવાર કે મિત્રવર્તુળમાં આવા કોઇ વડિલ હોય એમને આપ નોમીનેટ કરી શકો છો. નોમિનેશન ફી £51. સાથે બે ફ્રી ટિકિટ, હળવો નાસ્તો, ગુજરાતી ભોજન. ‘ગુજરાત સમાચાર’ના એડિટર ઇન ચીફ સી.બી. પટેલ તથા હેરો સ્થિત સંગત સેન્ટરના કાન્તિભાઇ નાગડા MBEના વરદ હસ્તે વડિલોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. વધુ વિગત માટે સંપર્કઃ રંજનબહેન માણેક (MBE) 07930 335978
• નારાયણ સેવા સંસ્થાન - યુકે અને નારાયણ સેવા સંસ્થાન - ઉદયપુર (ભારત)ના ઉપક્રમે લંડન સહિત વિવિધ વિસ્તારોમાં ભજનસંધ્યા યોજાઇ છે. જે અંતર્ગત 26 અને 29 મેના રોજ બ્રેડફર્ડ (શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, 341 લીડ્સ રોડ, બ્રેડફર્ડ BD3 9LS) ખાતે ભજનસંધ્યા યોજાશે. બન્ને દિવસે સમય બપોરના 3.00થી સાંજના 6.00. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ થશે. વધુ વિગત માટે સંપર્કઃ ભીખુભાઇ પટેલ (ફોનઃ 79732 66569)
• પંકજ સોઢા સંચાલિત ગેલેક્સી શો દ્વારા ‘ઇશારા ઇશારામાં’ નાટકનો શો કોવેન્ટ્રી ખાતે 19 મે (રાત્રે 8.00) જ્યારે રાઇસ્લીપમાં 20 મે (બપોરે 2.30 અને રાત્રે 8.00 રાઇસ્લીપ એલસીએનએલ શો) અને 21 મે (બપોરે 2.00)ના રોજ રજૂ થશે. વધુ વિગત માટે સંપર્કઃ 07985 222186.
• ગુજરાતી નાટક ‘પટેલ્સ મિલિયન્સ’નો શો 20 મેના રોજ લેસ્ટરના ડે મોન્ટફોર્ટ હોલમાં યોજાશે. આ નાટકમાં પાર્લે પટેલ મુખ્ય ભૂમિકામાં ચમકે છે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.patelsmillions.co.uk