• નારાયણ સેવા સંસ્થાન - યુકે અને નારાયણ સેવા સંસ્થાન - ઉદયપુર (ભારત)ના ઉપક્રમે લંડન સહિતના વિવિધ વિસ્તારોમાં ભજનસંધ્યા કાર્યક્રમ યોજાયા છે. જે અંતર્ગત 7 મેના રોજ ઇલ્ફર્ડ (હરીબેન બચુભાઇ નાગ્રેચા હોલ, 202 લેટન રોડ, લંડન - E15 1DY) અને 10 મેના રોજ બર્મિંગહામ (લક્ષ્મી નારાયણ મંદિર, 541એ વોરવિક રોડ, ટાયસ્લે B11 2JP) ખાતે ભજનસંધ્યા યોજાશે. બન્ને દિવસે સમય બપોરના 3.00થી સાંજના 6.00. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ થશે. વધુ વિગત માટે સંપર્કઃ ભીખુભાઇ પટેલ (ફોનઃ 79732 66569)
• પંકજ સોઢા સંચાલિત ગેલેક્સી શો દ્વારા ‘ઇશારા ઇશારામાં’ નાટકનો શો રાઇસ્લીપ ખાતે 12 મે (રાત્રે 8.00), 13 મે (બપોરે 2.00 તથા રાત્રે 8.00) અને 14 મે (બપોરે 2.00)ના રોજ રજૂ થશે. વધુ વિગત માટે સંપર્કઃ 07985 222186.