બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• જીએચએસ મંદિરે 9 નવેમ્બરે (સાંજે 5.30થી રાત્રે 8.30) જલારામ જયંતી ઉત્સવ. અને 15 નવેમ્બરે (સાંજે 5.30થી રાત્રે 8.30) તુલસી વિવાહ. સ્થળઃ ગુજરાત હિન્દુ સોસાયટી એન્ડ કોમ્યુનિટી સેન્ટર, સાઉથ મિડો લેન, પ્રેસ્ટન, લેન્કેશાયર - PR1 8JN
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા 9 નવેમ્બરના રોજ (સાંજે 3.30થી 6.00 વાગ્યે) પ.પૂ. રસિકવલ્લભજી ગોકુલનાથજી મહારાજ (લંડન-વેરાવળ-મુંબઈ)ના સાંનિધ્યમાં ઉત્સવ કાર્યક્રમ, વચનામૃત, શ્રી ગોવર્ધન પૂજન, ગિરિરાજ કુંનવરો, અન્નકૂટ દર્શન. સ્થળઃ સેન્ટ બર્નાડેટ્ટ્સ સ્કૂલ, ક્લિફ્ટન રોડ, HA3 9NS
• વસો નાગરિક મંડળ-યુકે, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજ-યુકે દ્વારા 10 નવેમ્બરે (બપોરે 3.00 વાગ્યાથી) વસો નાગરિક મંડળ સંમેલન, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીની ઉજવણી અને દિવાળી ઉજવણી એમ ત્રણ કાર્યક્રમ યોજાયા છે. સ્થળઃ પાટીદાર સમાજ હોલ, 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG વધુ માહિતી માટે સંપર્કઃ ઉમેશ અમીન 07956 254 274 / પ્રદીપભાઇ અમીન - 07930 474 71
• શ્રી સ્વામિનારાયણ મંદિર-સ્ટેનમોર ખાતે 14 નવેમ્બરે તુલસીવિવાહ. સાંજે 7.00 કલાકે લાલજી મહારાજ અને તુલસીબાઇ મંડપ રોપણ, મહેંદી, સેરિકો અને મહાપ્રસાદ. લગ્નસમારોહ 15 નવેમ્બરે સાંજે 7.00 વાગ્યે બાદમાં મહાપ્રસાદ. સ્થળઃ સ્ટેનમોર મંદિર, વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF