* એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા ભારતના અંધજનો અને જરૂરતમંદોના લાભાર્થે આઇ કેમ્પ માટે ફંડ એકત્ર કરવા તા. ૩૦ જૂન ૨૦૧૬થી તા. ૯ જુલાઇ ૨૦૧૬ રોજ સવારે ૧૦થી બપોરના ૨ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે રામાયણ કથાનું આયોજન કરાયું છે. જેમાં કથાનો લાભ શાસ્ત્રી શ્રી રમણીકભાઇ દવે આપશે. સંપર્ક: ગોપાલભાઇ 07977 475 529.
* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા વોડ્ઝવર્થ રોડ, પેરિવેલ નવા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનું કામચલાઉ સ્થળાંતર કરાયું છે. અઠવાડિયાના સાતેય દિવસ બપોરના ૧થી ૨.૩૦ સદાવ્રત અને સોમવારથી રવિવાર - સાંજે ૬.૩૦થી રાત્રે ૮ અને ગુરુવારે રાત્રે ૧૦.૩૦ સુધી ભજનનો લાભ મળશે. સોમવાર અને બુધવાર સવારે ૧૧.૩૦થી બપોરે ૧ લેડીઝ એક્ટિવિટી સેન્ટરમાં યોગ, ભજન/કિર્તન, મહિલાઓને સંબંધિત વિષયો પર લેક્ચર્સ-પ્રેઝન્ટેશન્સ, મંદિરની પ્રવૃત્તિઓમાં મદદ અને તે પછી લંચનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧-૫-૧૬ રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* જૈન સમાજ માંચેસ્ટર દ્વારા રવિવાર તા. ૨૧-૫-૧૬ના રોજ સાંજે ૪-૩૦ કલાકે જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭-૬૬૯ સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર, M12 4QE ખાતે સંસ્થાની એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે શનિવાર તા. ૩૦-૪-૧૬ના રોજ બપોરે ૧થી ૨-૩૦ દરમિયાન લંચ અને ૨-૩૦થી સાંજના ૫ સુધી ગીત સંગીત અને હાસ્યરસથી ભરપૂર મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ કેટલાક સ્ટોલ્સ પણ હશે. જેથી આપ શોપીંગ પણ કરી શકશો. આ ઉપરાંત સેન્ટરમાં દર મહિનાના પહેલા શુક્રવારે સાંજે ૭-૩૦ વાગે ભજન અને મહિનાના ત્રીજા મંગળવારે બપોરે ૨થી ૪ સ્મોકલેસ હવન કરવામાં આવશે. દર ગુરૂવારે સાંજે ૬-૩૦થી ૮-૩૦ જલારામ બાપાના ભજન અને ત્યાર બાદ પ્રસાદ અને દર શનિવારે બપોરે ૩થી ૫ સુધી ૧૧ હનુમાન ચાલીસાના પાઠ થશે. સંપર્ક: 020 8861 1207.
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે સદાવ્રત દરરોજ બપોરના ૧થી ૨ સુધી, દૈનિક ભજન બપોરના ૧૨થી ૧ અને સાંજના ૬થી ૭ સુધી તેમજ દર ગુરુવારે જલારામ ભજન સાંજના ૬.૩૦થી રાત્રિના ૧૦ સુધી અને તે પછી પ્રસાદનો લાભ મળશે. દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા સવારના ૧૦ થી બપોરના ૧. સુધી અને તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222 જુઅો જાહેરાત પાન ૨૭.
* શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે હવેલી દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ સમય દરમિયાન મંગળા, શ્રીંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા આરતી, શયનનો લાભ મળશે. તા. ૧૫મી મે ૨૦૧૬થી રોજ સત્સંગનો લાભ મળશે. જુઅો જાહેરાત પાન ૨૭.
* લંડન એલ્ડર્સ ગૃપના સૌ સભ્યો માટે ભજન સંગીતના કાર્યક્રમનું આયોજન તા. ૧-૫-૧૬ના રોજ બપોરે ૧થી ૫ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 07574 926 836.
* પંકજ સોઢા, ગેલેક્ષી શોઝ પ્રસ્તુત નાટક 'વાર લાગી થોડી પણ જામી ગઇ જોડીના' શોનું આયોજન તા. ૬-૫-૧૬ના રોજ રાત્રે ૮ કલાકે (સંપર્ક: 0116 261 6000) * તા. ૭-૫-૧૬ના રોજ બપોરે ૧-૩૦ કલાકે નવરંગ પ્રમોશન્સ દ્વારા કેનન્સ હાઇસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે (સંપર્ક: પીનલ શાહ 07878 249 449) * તા. ૭-૫-૧૬ના રોજ અોએસીસ એકેડેમી, શર્લી પાર્ક, શર્લી રોડ, ક્રોયડન CR9 7AL (સંપર્ક: કલ્પના વાલાણી 020 8683 3962) * તા. ૮-૫-૧૬ સાંજે ૭-૩૦ કલાકે કેરેજ્યુકેશન ટ્રસ્ટના લાભાર્થે પોટર્સબાર વેલોટ્્સ થિએટર, ડાર્ક્સ લેન EN6 2HNખાતે કરવામાં આવ્યું છે.
* પૂ. ગીરીબાપુની શિવકથાનું આયોજન તા. ૭-૫-૧૬થી ૧૩-૫-૧૬ દરમિયાન રેડીંગ મંદિર, ૧૧૨ વ્હીટલી સ્ટ્રીટ, રેડીંગ RG2 0QE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: અશ્વીન પટેલ 07949 888 226.
* નારાયણ સેવા સંસ્થા ઉદયપુર દ્વારા પૂ. વિપુલ કૃષ્ણજી શાસ્ત્રીના મુખેથી શ્રીમદ ભાગવત અને શ્રી રામ કથાનું આયોજન તા. ૬-૭-૮ મેના રોજ દુર્ગાભવન, ૩૬૦ સ્પોન લેન, એસ, સ્મેથવિક B66 1AB ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કુલભુષણ રાય પ્રાશર 07815 430077.
નવનાત વડિલ મંડળના હોદ્દેદારો
નવનાત વડિલ મંડળની એન્યુઅલ જનરલ મીટીંગ તા. ૧૫-૪-૨૦૧૬ના શુક્રવારે યોજાઇ હતી. જેમાં પ્રથમ વખત મહિલા પ્રમુખની વરણી કરાઇ હતી.
પ્રમુખ: સુરભિબેન ખોના, સેક્રેટરી: રમેશભાઇ શાહ, ખજાનચી: ભૂપેન વસા.
કમીટી મેમ્બર: અરવિંદ મહેતા, તરલિકાબેન મહેતા, પુર્ણિમાબેન મેસવાણી, ભોગીલાલ રૂપાની, ઇન્દુબેન શાહ, ચંદુલાલ શાહ, નલિનીબેન ઉદાણી. સંપર્ક: 020 8863 3282.
રાજપુત સમાજ યુકેના હોદ્દેદારો
રાજપુત સમાજ યુકેની એન્યુઅલ જનરલ મીટીંગ સંગત સેન્ટર હેરો ખાતે યોજાઇ હતી. જેમાં આ વર્ષે જુના પ્રમુખોની ટ્રસ્ટી તરીકે, બે નવા કમીટી મેમ્બર્સ અને ત્રણ કો-અોપ્ટ મેમ્બર્સની એક્જીક્યુટીવ કમિટીમાં વરણી કરાઇ હતી.
પ્રમુખ: મહેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી: ભાવનાબા એસ. જાડેજા, ટ્રેઝરર: જનકસિંહ ઝાલા, આસિ. ટ્રેઝરર: જયદિપસિંહ એમ. રાણા.
કમિટી મેમ્બર્સ: રાજેન્દ્રસિંહ જેઠવા, હરેન્દ્રસિંહ જોધા, વિશાલસિંહ એચ. વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ બી. ચૌહાણ. કો.અોપ્ટ મેમ્બર્સ: ભરતસિંહ જાડેજા, વનરાજસિંહ રાજ, મીરાબા એમ. રાણા.
ટ્રસ્ટી: મોહનસિંહ દરબાર, મહેન્દ્રસિંહ એસ. જાડેજા, ધર્મેન્દ્રસિંહ આર. જાડેજા, રિલેશકુમાર એમ. જાડેજા, સોનાબા રાઠોડ. ઇન્ડીપેન્ડન્ટ એક્ઝામીનર: ભરતસિંહ પરમાર.