સંસ્કારવાહિની ભાગ-૩, રવિવાર, તા. ૨૮ ફેબ્રુઆરી બપોરે ૩.૦૦થી ૫.૦૦ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ - ‘Asian Voice’, ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન તથા નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેન્સ (NCGO)ના સંયુક્ત ઉપક્રમે સંગીત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 'સંસ્કાર વાહિની' માં પરંપરાગત ભજન, ગીત-ગઝલ અને લોકસાહિત્યનું Zoomપરથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જેમાં ભાવનગરના જાણીતા લોકસાહિત્યકાર ઇશરદાન ગઢવીના પુત્ર બ્રીજરાજ ગઢવી સાથે રાજુભાઇ ગોહિલ અને એમનું સંગીત ગૃપ માણવા જેવો સંગીતમય કાર્યક્રમ રજૂ કરશે. જેની વધુ વિગતો અને Zoomલીંક આવતા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઇસ’માં પ્રસિધ્ધ કરવામાં આવશે.