• ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી
લંડનમાં આવેલા ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન, લંડન WC1H 9JE ખાતે તા.૨.૧૦.૨૦૨૧ને શનિવારે સવારે ૯.૪૫ વાગે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધી જયંતીની ઉજવણી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ કરાય છે. કાર્યક્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. તે પછી ભજનો રજૂ થશે.
• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુકે) દ્વારા ગાંધી જયંતીની ઉજવણી
મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુકે) દ્વારા ગાંધી જયંતીની ઉજવણી વર્ચ્યુઅલ મીટીંગ - ઝૂમ લાઈવ (Meeting ID- 854 62132334 અને પાસકોડ – 12345) ના માધ્યમથી તા.૧.૧૦.૨૦૨૧ને શુક્રવારે સાંજે ૫ વાગે (યુકે ટાઈમ) કરવામાં આવશે. કાર્યક્રમમાં જાણીતા ગાયિકા મરીના પૂ. બાપૂને પ્રિય ભજનો તેમજ રાષ્ટ્રગીત રજૂ કરશે.
• લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધી કોરોનાકાળમાં અવસાન પામેલા તમામ સદગતોના સ્મરણાર્થે શ્રધ્ધાંજલિ ભજન-કિર્તન કાર્યક્રમનું તા. ૨. ૧૦. ૨૦૨૧ને શનિવારે બપોરે ૩ થી ૬ દરમિયાન નીતિબેન મહેશભાઇ ઘીવાલા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર ખાતે આયોજન કરાયું છે. ભજન કાર્યક્રમના અંતે પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. સુનિલ મજીઠીયા 07956 452 190
• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ – 07895401011