* સંગમ એસોસિએશન અોફ એશિયન વીમેન, ૨૧૦ બર્ન્ટ અોક બ્રોડવે, એજવેર HA8 0AP ખાતે તા. ૬-૪-૧૬ના રોજ સવારે ૧૧થી અલ્ઝાઇમરની બીમારી અંગે જાગૃતી લાવવા શ્રી બેવિંગ્ટનના પ્રવચન અને બપોરે ૧-૧૫થી નાટક 'ડીમેન્શીયા કા સફર'નું અયોજન કરવામાં આવ્યું છે. એકતા પ્રોજેક્ટ ન્યુહામ દ્વારા આ નાટક રજૂ થશે. સંપર્ક: લવિના 020 8952 7062.
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દર ગુરુવારે જલારામ ભજન – આરતી - પ્રસાદ સાંજના ૬.૩૦થી • દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા - પ્રસાદ સવારના ૧૦.૩૦થી • સદાવ્રતઃ દરરોજ બપોરના ૧.૦૦થી ૨.૦૦. સપ્તાહના સાતેય દિવસ સિવિલ વેડિંગ માટે મંદિર પાસે લાયસન્સ છે. મંદિર દ્વારા પૂજારીની સેવા મળશે. સંપર્કઃ સી. જે. રાભેરુ- 07958 275222.
* શ્રીનાથજીની હવેલી WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DWનો નવા મેનેજમેન્ટ દ્વારા શુભારંભ કરાયો છે. નિત્ય દર્શન દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી. મંગળા: સવારના ૭.૩૦, શ્રીંગાર: સવારના ૧૦.૩૦, રાજભોગ: બપોરના ૧૨, ઉત્થાપન: બપોરના ૪ અને સંધ્યા આરતી: સાંજના ૬.૩૦ કલાકે થશે. સંપર્કઃ 020 8902 8885 અથવા 07958 275 222.
* ભારત વેલ્ફેર ટ્રસ્ટ, યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન દ્વારા ગૌશાળાના લાભાર્થે તા. ૮થી ૧૬ એપ્રિલ ૨૦૧૬ રોજ બપોરે ૩થી સાંજના ૬ દરમિયાન હરિબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, સ્ટ્રેટફર્ડ, લંડન E15 1DT ખાતે યોજાયેલ રામ કથા માટે યજમાન અને વોલંટીયર્સની જરૂર છે. જુઅો જાહેરાત પાન ૧૨. સંપર્ક: ભારત વેલ્ફેર ટ્રસ્ટ 0116 216 1684.
* સિંહસ્થ કુંભ મેળાનું આયોજન આગામી તા. ૨૨મી એપ્રિલથી ૨૧મી મે, ૨૦૧૬ દરમિયાન ઉજ્જૈન, મધ્યપ્રદેશ ખાતે ક્ષિપ્રા નદીના કિનારે બાર વર્ષ પછી થઇ રહ્યું છે. કુંભમેળામાં જવા માટે નામની નોંધણી કરાવવા તેમજ અન્ય વિગત વાર માહિતી માટે જુઅો www.simhasthujjain.in
* ચિન્મય મિશન યુકે દ્વારા તા. ૩૦-૩-૧૬થી તા. ૩-૪-૧૬ દરમિયાન બુધવારથી શુક્રવાર રોજ સાંજે ૭-૩૦થી ૯ અને શનિ-રવિવાર દરમિયાન રોજ સાંજે ૬-૩૦થી ૮ દરમિયાન 'એસેન્સીયલ વેલ્યુઝ અોફ મહાત્મા ગાંધી' વિષય પર ફેરફિલ્ડ હોલ્સ, પાર્ક લેન, ક્રોયડન CR9 1DG ખાતે ઇંગ્લીશમાં ચિન્મય મિશન આંધ્રપ્રદેશના વડા સ્વામી ચિદાત્માનંદ પ્રવચન કરશે. સંપર્ક: 020 8203 6288 www.chinmayauk.org
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૩-૪-૧૬ રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫ દરમિયાન શ્રી રામ મંદિર, કિંગ સ્ટ્રીટ, સાઉથોલ UB2 4DA ખાતે કરવામાં આવ્યું છે. ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી રામ મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* તુષાર ત્રિવેદી પ્રોડક્શન પ્રસ્તુત કોમેડી નાટક 'ભગુમામાના ભડાકા'ના શોનું આયોજન તા. ૯-૪-૧૬ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે ભારતીય વિદ્યાભવન, ૪એ કાશલટાઉન રોડ, લંડન W14 9HE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 07941 975 311, ભાનુભાઇ પંડ્યા 07931 708 026. શો સંપર્ક: તુષારભાઇ ત્રિવેદી 07821 131 774.
૦૦૦
અવસાન નોંધ
સોજીત્રાના મૂળ વતની અને એજવેર સ્થિત શ્રી બિપીનભાઇ મગનભાઇ પટેલ (રાજા)નું તા. ૨૩મી માર્ચ, ૨૦૧૬ના બુધવારે ૭૮ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. સદ્ગતની અંતિમક્રિયા ગુરૂવાર તા. ૩૧મી માર્ચના રોજ સવારે ૧૦ કલાકે હેન્ડન ક્રિમેટોરીયમ ખાતે કરવામાં આવશે. સંપર્ક: કેવલ પટેલ 020 8952 8568.