સંસ્થા સમાચાર - અંક ૨૭ જાન્યુઆરી ૨૦૧૮

Tuesday 23rd January 2018 10:47 EST
 

• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા.૨૭-૧-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૨૮-૧-૧૮ના રોજ બપોરે ૩ કલાકે ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભજનો અને ધ્વજારોપણ કાર્યક્રમ, બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૮-૧-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળની બહેનો છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310

શુભ વિવાહ

અમદાવાદ ખાતે વસતા અને જાણીતા પત્રકાર – પ્રવક્તા શ્રી તુષારભાઇ જોષી અને શ્રીમતી મનિષાબેન જોષીના સુપુત્રી
ચિ. ધ્વનીના શુભ વિવાહ ડો. અમિતા શર્મા અને સ્વ. શ્રી રમેશ કુમાર શર્માના સુપુત્ર ચિ. પિયુષ સાથે તા. ૫ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સાંજે અમદાવાદ ખાતે નિરધાર્યા છે. નવદંપત્તીને ‘ગુજરાત સમાચાર’ પરિવાર તરફથી શુભકામનાઓ.

સાભાર સ્વીકાર

• શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ – માતૃસંસ્થા દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત માસિક ‘સમાજગોષ્ઠિ’નો જાન્યુઆરી ૨૦૧૮નો અંક મળ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter