સંસ્થા સમાચાર તા. ૯-૪-૨૦૧૬

Wednesday 06th April 2016 08:01 EDT
 

* ભારત સેવાશ્રમ સંઘ, ૯૯એ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે હિન્દુત્વ બાબતે તા. ૯-૪-૧૬ના રોજ શનિવારે બપોરે ૪થી ૫-૩૦ દરમિયાન સ્વામી શ્રી નિર્લીપ્તાનંદજીના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8743 9048.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે શુક્રવાર, ૮ એપ્રિલથી ૧૫ એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિ પ્રસંગે રોજ બપોરના ૨.૩૦થી ૪ સુધી ગરબા અને ગુરુવાર, તા. ૧૪ એપ્રિલના રોજ સવારના ૧૦થી બપોરના ૩ સુધી દુર્ગાષ્ટમી હવન થશે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સનાતન મંદિર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે દેવી ભાગવત સપ્તાહનું આયોજન તા. ૮-૪-૧૬થી તા. ૧૫-૪-૧૬ રોજ બપોરે ૧થી ૪ દરમિયાન કરવામાં આવ્યું છે. તે પછી પ્રસાદનો લાભ મળશે. તા. ૧૪ના રોજ લિંબચ માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ કરાશે. સંપર્ક: ચંદુભાઇ 07440 744 098.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૯-૪-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫થી હનુમાન ચાલિસા અને બપોરે ૩થી ૫ માતા કી ચૌકીનું તેમજ તા. ૧૦-૪-૧૬ રવિવારના રોજ બપોરે ૩થી ભજનનું અયોજન કરવામાં આવ્યું છે. બન્ને કાર્યક્રમ પછી મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૦-૪-૧૬ રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર સવિતાબેન મિસ્ત્રી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૮-૪-૧૬થી તા. ૧૫-૪-૧૬ દરમિયાન ચૈત્રિ નવરાત્રિ પ્રસંગે શ્રી ગાયત્રી સત્સંગ મંડળ દ્વારા માતાજીના અનુષ્ઠાન અને રાસગરબાનું આયોજન રોજ બપોરે ૧૨થી ૩ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8426 0678.

* IIT યુકે એલુમની એસોસિએશન, ઇમ્પીરીયલ બિઝનેસ સ્કૂલ અને ધ ગાંધી સેન્ટર દ્વારા એન્ટરપ્રેન્યોરશીપ માસ્ટર ક્લાસનું આયોજન તા. ૭-૪-૧૬ ગુરૂવારના રોજ સાંજે ૬થી રાતના ૯ દરમિયાન LGS લેક્ચર થિએટર, ઇમ્પીરિયલ બિઝનેસ સ્કૂલ SW7 2AZ ખાતે કરવામાં આવ્યું છે.

* અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી યુકે દ્વારા તા. ૧૬-૪-૧૬ના રોજ સવારે ૧૧-૩૦થી બપોરના ૨ દરમિયાન 'અ ડેવલપમેન્ટ વિઝન ફોર ઇન્ડિયા' વિષે નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે ડો. આર બાલાસુબ્રમણ્યમના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. તેઅો સ્વામિ વિવેકાનંદ યુથ મુવમેન્ટના સ્થાપક અને પ્રમુખ છે.

* અમદાવાદ મેડિકલ એસોસિએશન રીયુનિયન ૨૦૧૬નું આયોજન તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ હોલીડે ઇન હોટેલ, ૧૨૯ નિકોલસ સર્કલ, લેસ્ટર LE1 5LX ખાતે કરવામાં આવ્યું છે. આપના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો. ડો. જીએમ પટેલ 07966 263 284.

* શિવમ થિએટર પ્રસ્તુત ગુજરાતી કોમેડી નાટક 'બે બે વાઇફ પણ એકજ લાઇફ'ના શોનું આયોજન ભારતીય વિદ્યાભવન, ૪ એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૧૭-૪-૧૬ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે કરવામાં આવ્યું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 07941 975 311 / ભાનુભાઇ પંડ્યા 07931 708 026.

૦૦૦૦૦૦

શુભવિવાહ

* રિકમન્સવર્થ ખાતે રહેતા શ્રીમતી નીતાબેન અને શ્રી મંદેશભાઇ પટેલના સુપિત્રી ચિ. જૈનાના શુભલગ્ન શ્રીમતી રાગીના અને શ્રી દિવ્યાંગભાઇ શાહના સુપુત્ર ચિ. રાજીવ શાહ સાથે તા. ૧૦ જૂન ૨૦૧૬ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને લગ્ન પ્રસંગે શુભકામનાઅો.

* મૂળ ભાદરણના વતની શ્રીમતી પ્રતિમાબેન અને શ્રી સંજયભાઇ રમેશભાઇ પટેલના સુપુત્રી ચિ. જાનકીના શુભલગ્ન ભાદરણના વતની શ્રીમતી દક્ષાબેન અને શ્રી વ્રજેશભાઇ રસિકભાઇ પટેલના સુપુત્ર ચિ. નિરજ સાથે તા. ૧ જુલાઇ ૨૦૧૬ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને લગ્ન પ્રસંગે શુભકામનાઅો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter