સંસ્થા સમાચાર તા. ૯-૭-૧૬ના ઈશ્યુ માટે

Tuesday 05th July 2016 13:57 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા ૧૦-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નીતાબેન મીરચંદાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, યુકે દ્વારા આયોજીત શ્રી કૃષ્ણ લીલા કથા શનિવાર તા. ૯ -૭-૧૬ સુધી સાંજે ૪.૩૦થી ૭.૩૦ સુધી ચાલશે. રવિવાર તા.૧૦-૭-૧૬ બપોરે ૧૨થી ૪ ભારત પ્રયાગ તીર્થ કળશ મહોત્સવનું ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. તેજલબેન નાથદ્વારાવાળા 07931 931 902.
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન ખાતે ભારતીય વૃંદ ગાન દ્વારા વિવિધ ભાષાના ગીતોના કાર્યક્રમનું રવિવાર તા.૧૦-૭-૧૬ સાંજે ૫.૩૦ વાગે કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક 07973 306 125
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તારા સંસ્થાનના લાભાર્થે કાઠીયાવાડી ડાયરાનું શુક્રવાર તા.૮ જુલાઈ બપોરે ૧થી૩ શ્રી જલારામ સત્સંગ મંડળ, ક્રોયડન CR7 7HN સંપર્ક. ઠાકોરભાઈ પટેલ07741 205 255 તથા સાંજે ૭થી૯ ડુડનહિલ સેન્ટર, વિલ્સડન ગ્રીન NW10 2ET ખાતે આયોજન કરાયું છે. સંપર્ક નગીનભાઈ મિસ્ત્રી 020 8459 1107.
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા રાજેન્દ્ર ગીરીબાપુની શિવકથાનું સોમવાર તા.૧૧થી શનિવાર તા.૧૬ જુલાઈ બપોરે ૩થી સાંજના ૫ સુધી લક્ષ્મીનારાયણ મંદિર, હંસલો TW3 4JG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક પી.સોંઢી 07405 469 105
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દેવી શ્રી સરસ્વતીજીના કંઠે શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રી રાજરાજેશ્વર ગુરુજીની ઉપસ્થિતિમાં રવિવાર તા.૧૭થી શનિવાર તા.૨૩ જુલાઈ દરરોજ સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યા સુધી પામર્સ્ટનરોડ, લંડન HA3 7RR ખાતે સંપર્ક. 020 8426 0678 તથા ગોપી ગીત સાથે ભાગવત સત્સંગનું પૂ.રામબાપાની ઉપસ્થિતિમાં શુક્રવાર તા.૮થી રવિવાર તા.૧૦ જુલાઈ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સુધી સિંધી કોમ્યુનિટી હાઉસ,લંડન NW2 6OD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8450 1341.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે ૧૦ જુલાઈએ ‘કસુંબા છઠ’ અને ૧૪ જુલાઈએ ‘રીંગણા દશમી’ ઉજવાશે. હવેલી દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. મંગળા, રાજભોગ, સાંધ્ય આરતી તથા દર શનિવારે સાંજે ૪થી ૫ સત્સંગનો લાભ મળશે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૨. સંપર્કઃ 020 8902 8885
• વોટફર્ડ હિંદુ ગ્રૂપ ગુજરાતી શાળાનું નવું સત્ર ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ સવારે ૯.૩૦ વાગે શરૂ થશે. ૩થી ૧૬ વર્ષના બાળકોને જ્ઞાન અને ગમ્મત સાથે ગુજરાતી શીખવતા અનુભવી શિક્ષકો અને OCRના Examiner પાસે GCSE કરાવો. સંપર્ક. વિભાબેન રાવળ 07960 510 303
• BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચાતુર્માસ પારાયણ - વક્તાઓ • પૂ. દિવ્યસ્વરૂપ સ્વામી - સાચા સુખનું સરનામું - તા.૮થી ૧૦ જુલાઈ સાંજે ૭થી ૯, રવિવારે સાંજે ૫ થી ૭ લીડ્સ હિંદુ મંદિર, લીડ્સ, LS6 1RF, કોલચેસ્ટરમાં તા.૧૧-૧૨ જુલાઈ સાંજે ૭.૩૦થી ૯.૩૦, નોર્થ ઈસ્ટ એસેક્સ પ્રોવિઝન સ્કૂલ, એસેક્સ CO4 4LB, તા.૧૫-૧૭ જુલાઈ સાંજે ૭.૪૫થી ૯.૩૦, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, પામ સ્ટ્રીટ, નોટિંગહામ NG7 7HS • પૂ. આદર્શજીવન સ્વામી -શ્રીમદ ભાગવત- તા.૧૧-૧૨ જુલાઈ સાંજે ૭ થી ૯ ગ્લાસગો ખાતે, તા.૧૩-૧૪ જુલાઈ સાંજે ૭.૩૦થી ૯.૩૦, વેસ્ટ ડેન્ટન કોમ્યુનિટી સેન્ટર, ન્યૂ કેસલ NE5 1DN, તા.૧૫-૧૭ જુલાઈ સાંજે ૭.૩૦થી ૯.૩૦ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રેસ્ટન PR1 8AH • પૂ.યોગીપ્રેમ સ્વામી - સંગીતમય ભાગવત તા.૧૩થી ૧૭ જુલાઈ સાંજે ૭ થી ૯ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લેસ્ટરLF4 6RH ખાતે પારાયણ યોજાશે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૧. સંપર્ક 020 8965 265
• ગુજરાત હિંદુ એસોસિએશન, લેસ્ટરની તા.૨૪-૬-૧૬ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામાં યોજાયેલી ચૂંટણીમાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે પ્રમુખ પદે મગનભાઈ પી પટેલ- O.B.E, ઉપપ્રમુખપદે જશવંતભાઈ આર. ચૌહાણ- O.B.E તેમજ મગનભાઈ ડી પટેલ- મહામંત્રી, નવીનભાઈ આર રાણા - સહમંત્રી, જીવનભાઈ સી પટેલ - ખજાનચી, ધીરુભાઈ ધોળકિયા - સહખજાનચી તેમજ કાંતિભાઈ ચુડાસમા - જાહેર સંપર્ક અધિકારી તરીકે ચૂંટાઈ આવ્યા છે.
• અવંતી સ્કૂલના લાભાર્થે મહાભારત આધારીત ગીત-સંગીત, નૃત્ય અને નાટકના કાર્યક્રમનું આયોજન તા. ૧૭-૭-૧૬ના રોજ સાંજે ૪-૩૦ કલાકે રોયલ ફેસ્ટિવલ હોલ, સાઉથ બેન્ક સેન્ટર, લંડન ખાતે કરવામાં આવ્યું છે. ટિકીટ સંપર્ક: વિડીયોરામા 020 8907 0116 અને બોક્ષ અોફીસ 0844 875 0073. જુઅો જાહેરાત પાન ૧૮.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter