તુલસી વિવાહના કાર્યક્રમો
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે ભગવાન શાલીગ્રામ – વિષ્ણુ અને માતા તુલસી વૃંદાના શુભ વિવાહનું આયોજન તા. ૨૨-૧૧-૧૫ રવિવારે બપોરે ૧૧ કલાકે મંદિર ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૧ના રોજ સાંજે ૭ કલાકે મંદિરના હોલમાં સાંઝીના ગરબા અને ગીત રજૂ થશે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.
* શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન HA3 9EA ખાતે તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન તા. ૨૨-૧૧-૧૫ રવિવારના રોજ સવારે ૧૦ કલાકે કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8909 9899.
* શ્રી સ્વામિનારાયણ મંદિર, ૭૨ કોલમર રોડ, સ્ટ્રેધામ, લંડન SW16 5JZ ખાતે તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૨૨-૧૧-૧૫ના રોજ સવારે ૧૧ કલાકે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8679 8050.
* સનાતન મંદિર, ધામેચા હોલ, એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0LZ ખાતે તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન ૨૨-૧૧-૧૫ રવિવારના રોજ સવારે ૧૧ કલાકે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શનિવારે તા. ૨૧ના રોજ સાંજે ૭-૩૦ કલાકે સાંજીના ગીત અને રાસગરબાનું આયોજન કરાયું છે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 01293 530 105.
* ૦૦૦૦૦૦૦૦
શ્રી જલારામ જયંતિના કાર્યક્રમો
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે શ્રી જલારામ જયંતિ ઉત્સવનું આયોજન તા. ૧૯-૧૧-૧૫થી તા. ૨૨-૧૧-૧૫ દરમિયાન કરવામાં આવ્યું છે. તા. ૧૧ના રોજ સાંજના ૭થી ભજન અને ભોજનનો લાભ મળશે. તા. ૨૦ના રોજ જલારામ કથા બપોરોે ૨-૩૦થી ૬ અને તે પછી ૭-૩૦ સુધી પ્રસાદ. તા. ૨૧-૧૧-૧૫ શનિવારે સવારે ૧૦-૩૦ બપોરના ૨-૧૫ હનુમાન ચાલિસા અને પ્રસાદ. બપોરે ૩થી જલારામ કથા અને તે પછી પ્રસાદનો લાભ મળશે. રવિવાર તા. ૨૨-૧૧-૧૫ સવારના ૯-૩૦થી પૂજા, ભજન બપોરે પ્રસાદ. બપોરે ૨-૩૦ થી જલારામ કથા અને કેક કટીંગ અને તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.
* સનાતન મંદિર, ધામેચા હોલ, એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0LZ ખાતે શ્રી જલારામ જયંતિ ઉત્સવનું આયોજન તા. ૨૧-૧૧-૧૫ના રોજ બપોરે ૧થી મોડી સાંજ સુધી કરવામાં આવ્યું છે. ભજન કિર્તન અને સાંજે ૫ કલાકે ભોજન અને આરતીનો લાભ મળશે. સંપર્ક: 01293 530 105.
* શ્રી જલારામ માતૃ સેવામંડળ દ્વારા રવિવાર તા. ૨૯-૧૧-૧૫ના રોજ શ્રી જલારામ બાપાના ૨૧૬મા જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કેનન પામર સ્કૂલ, આલ્ડબરો રોડ સાઉથ, સેવન કિંગ્સ, ઇલફર્ડ IG3 8EU ખાતે કરવામાં આવ્યું છે. સવારે ૧૧-૩૦ પ્રાર્થના, ભજન, કિર્તન, આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વાલજીભાઇ દાવડા 07958 461 667.
* જયશ્રી જય જલારામ સત્સંગ મંડળ દ્વારા પૂ. જલારામ બાપાના ૨૧૬મા જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન તા. ૨૨-૧૧-૧૫ના રોજ સવારે ૧૨થી રાતના ૮ સુધી રામગરીયા કોમ્યુનિટી સેન્ટર, ૨૩૧ પ્લાશેટ રોડ, અપ્ટન પાર્ક, લંડન E13 0QU ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સ્વાગત, ભજન, થાળ, આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે. હરીદાન ગઢવી અને કલાકારો ભજનકિર્તનનો લાભ આપશે. સંપર્ક: ઉપેન્દ્રભાઇ પટેલ 07451 077 253.
* લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન અને ધ રઘુવંશી એસોસિએશન દ્વારા પીવી રાયચૂરા સેન્ટર, ક્રોયડન ખાતે તા. ૨૨-૧૧-૧૫ રવિવારના રોજ અન્નકોટ અને જલારામ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: દીનાબેન ગણાત્રા 020 8289 6509.
* શ્રી વલ્લભ નિધી યુકે, શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલીંગ રોડ, આલ્પર્ટન HA0 4TA ખાતે તા. ૨૨-૧૧-૧૫ના રોજ તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન બપોરે ૧૨-૩૦ કલાકે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8795 1051.
* ૦૦૦૦૦૦૦૦
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૨-૧૧-૧૫ રવિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૨૧-૧૧-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલિસા અને આરતી તેમજ તા. ૨૨-૧૧-૧૫ના રોજ બપોરે ૩થી ભજન પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
* સત કેવલ સર્કલ દ્વારા તા. ૨૨-૧૧-૧૫ના રોજ બપોરે ૧થી સાંજના ૭ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન સેન્ટર, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભજન સત્સંગ પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: યશવંતભાઇ 07973 408 069.