• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૮.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૦૭.૦૩.૨૦ શનિવાર - બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - તા.૦૮.૦૩.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - તા.૨૯.૨.૨૦ શનિવાર સાંજે ૫.૩૦થી ૭.૧૫ ઈસ્કોન દ્વારા સત્સંગ – સંસ્થામાં દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા - દર ગુરુવારેસવારે ૧૧થી બપોરે ૧.૩૦ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને સાંજે ૮થી ૯ ડાન્સ યોગ. સંપર્ક. 020 8553 5471
• Tate દ્વારા ૧૭મી સદીના ઉત્તરાર્ધની બ્રિટનની બરોક આર્ટને રજૂ કરતા સૌ પ્રથમ એક્ઝિબિશન ‘બ્રિટિશ બરોકઃ પાવર એન્ડ ઈલ્યુઝન’નું તા.૧૯.૦૪.૨૦૨૦ સુધી સવારે ૯.૪૫થી સાંજે ૬ દરમિયાન TATE BRITAIN, મિલબેન્ક, લંડન SW1P 4RG (મિલબેન્ક એન્ટ્રન્સથી પ્રવેશ) ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7887 8888
• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781
હોળી મહોત્સવ:
* BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડનના ઉપક્રમે તા.૯ માર્ચ, સોમવારે સાંજે ૬.૦૦ વાગ્યે હોળી પ્રાગટય અને આરતી દર્શનનો લાભ મળશે. સ્થળ: ધ સ્વામિનારાયણ સ્કૂલ, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન. સંપર્ક: 020 8965 2651
* હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ)ના ઉપક્રમે સોમવાર, તા. ૯ માર્ચ ૨૦૨૦ના રોજ સાંજે ૬.૦૦ થી ૯ દરમિયાન રોગ્રીન પાર્ક, કીંગ્સબરી રોડ, કીંગ્સબરી, લંડનNW9 9PG ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. સૌ ધર્મપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ. વધુ વિગત માટે સંપર્ક જયંતિભાઇ પોપટ079767 481 467.
* શ્રી સનાતન મંદિર, ઇલીંગ રોડ, વેમ્બલી ખાતે સોમવાર, તા. ૯ માર્ચ ૨૦૨૦ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે હોળી પ્રગટાવવામાં આવશે. ધર્મપ્રેમીઓને સામજના ૯.૦૦ સુધી હોળી દર્શનનો લાભ મળશે. સંપર્ક: 0208 903 7737
• શ્રી શક્તિ મંદિર ૩૦, તાલ્બોટ રોડ વેમ્બલી HA0 4UE ખાતે તા.૯.૩.૨૦ને સોમવારે સાંજે ૬થી હોળીની ઉજવણી થશે. દર્શન કરવા પધારવા સૌને આમંત્રણ છે. સંપર્ક. 07958 341 561
* શ્રી એડન દેપાલા મિત્રમંડળના ઉપક્રમે સોમવાર, તા. ૯ માર્ચ ૨૦૨૦ના રોજ સાંજે ૬.૦૦ થી ૯ દરમિયાન 67A ચર્ચ લેન N2 8DR, ખાતે ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. સૌ ધર્મપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ.