સંસ્થા સમાચાર

Tuesday 24th March 2015 14:37 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન વિશ્વ હિન્દુ મંદિર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર વિશ્વ હિન્દુ મંદિર અને ધન્નાબેન પગરાણી, દુબઇ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* ચિ. ગો. શ્રી મુરલીમનોહર બાવાના યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમનું આયોજન તા. ૨૮ અને ૨૯ માર્ચના રોજ સેન્ટ બર્નાન્ડેટ્ટસ પ્રાયમરી સ્કૂલ, ક્લીફ્ટન રોડ, કેન્ટન HA3 9NS ખાતે કરાયું છે. તા. ૨૮-૩-૧૫ શનિવારના રોજ બપોરે ૧-૩૦થી ૪-૩૦ દરમિયાન ગણેશ સ્થાપન, શોભાયાત્રા અને છપ્પનભોગ થશે. તા. ૨૯ના રોજ સવારે ૯-૩૦થી ૪-૦૦ દરમિયાન યજ્ઞોપવિત સંસ્કાર, રાસગરબા, શ્રી યમુના મહોત્સવ અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સુરેશભાઇ રૂપેરેલીયા 01332 608 853.

* જયેશ કોટક અને ધ ગ્રેટ સંતોષી મા દ્વારા તા. ૩-૪-૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન રામગરીયા હોલ, અલ્વર્સક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY ખાતે અનુરાધા પૌડવાલના ભજન કિર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વસંત ભક્ત 07860 280 655.

* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન, W14 9HE ખાતે શુક્રવાર તા. ૧૦-૪-૧૫ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે તુષાર ત્રિવેદી દિગ્દર્શીત નાટક 'જીવણલાલે જાન જોડી'ના શોનું આયોજન કરાયું છે. સંપર્કલ: સુરેન્દ્ર પટેલ 020 8205 6124 / ભાનુભાઇ પંડ્યા 020 8427 3413. *  તા. ૨૯-૩-૧૫ રવિવારે સાંજે ૬ કલાકે કર્ણાટીક મ્યુઝીક – મેન્ડોલીન યુ રાજેશ રજૂ કરશે. સંપર્ક: 07775 578 552.

* રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન, ઇલફર્ડ મેથોડિસ્ટ ચર્ચ, ઇલફર્ડ લેન, IG1 2JZ ખાતે સંસ્થાની એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન તા. ૧૦-૪-૧૫ના રોજ બપોરે ૧ કલાકે કરાયું છે. સંપર્ક: 020 8270 2303.

* મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુકે દ્વારા તા. ૩૧-૩-૧૫ના રોજ સાંજે ૬થી ૧૧ દરમિયાન શ્રી કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ભોજનનો લાભ મળશે. સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 020 8427 3413.

* સંપદ દ્વારા તા. ૨૯-૩-૧૫ સાંજે ૪ કલાકે ધ ડ્રમ, ૧૪૪ પોટર્સ લેન, આસ્ટન, બર્મિંગહામ B6 4UU ખાતે 'રંગ બરસે' કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 0121 333 2444.

* આરડી બર્મન અને કિશોરકુમારને ગીતસંગીતભરી અંજલિ અર્પણ કરવા વિવિધ શોનું આયોજન કરાયું છે. * તા. ૪-૪-૧૫ સાંજે ૭-૩૦ વિધનશો ફોરમ, માંચેસ્ટર M22 5RX ખાતે પ્રથમ શો થશે (સંપર્ક: 0151 257 2525) * તા. ૫-૪-૧૫ રાત્રે ૮ કલાકે જંગલ ક્લબ, લેસ્ટર (વસંત ભક્ત 07860 280 655) ખાતે બીજો શો થશે.

* ધ નહેરુ સેન્ટરના કાર્યક્રમો (૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF): * તા. ૩૦-૩-૧૫ સોમવારે સાંજે ૬-૩૦ કલાકે સીડી લોંચ: શાંતા: સ્ટીલનેસ બાય કિરણ આહલુવાલીયા. * તા. ૩૧-૩-૧૫ સાંજે ૬-૩૦ કલાકે ઉષા વેંકટેશના પુસ્તક 'મેજીક અોફ ચાઇલ્ડ હુડ'નું વિમોચન કરાશે. * સુનિતા પટ્ટણીના પુસ્તક 'ધ ટ્રાન્સેન્ડન્ટમાઇન્ડ: ધ મિસીંગ પીસ ઇન ઇમોશનલ વેલબીઇંગ'નું વિમોચન તા. ૧-૪-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે થશે. સંપર્ક: 020 7491 3567.

સદાય પ્રવૃત્ત વિઠ્ઠલભાઇ પટેલની ચિરવિદાય

કેન્યા-નૈરોબીથી પંદરેક વર્ષ પહેલાં યુકે અાવી કિંગ્સબરીમાં સ્થાયી થયેલા સાયમાના મૂળવતની શ્રી વિઠ્ઠલભાઇ ખોડાભાઇ પટેલનું ૨૩ માર્ચ સોમવારે નિધન થયું છે. ૯૫ વર્ષની ઉંમરે પણ સદાબહાર અને સ્વસ્થ દેખાતા વિઠ્ઠલભાઇ પટેલ જાહેર સેવાના કાર્યોમાં ખૂબ પ્રવૃત્ત રહેતા હતા. નિવૃત્તિમાં પ્રવૃત્ત રહી તેઅો એમના અનુભવનો લાભ સૌને અાપતા. સદગતના અંતિમસંસ્કાર ૨૬ માર્ચ, ગુરૂવારે કરવામાં અાવશે. ૨૦૧૧માં 'ગુજરાત સમાચાર'-'એશિયન વોઇસ' દ્વારા વડીલશ્રી વિઠ્ઠલભાઇનું "કર્મયોગી" સન્માન કરવામાં અાવ્યું હતું. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના અાત્માને શાંતિ અાપે એવી પ્રાર્થના. વધુ માહિતી માટે સંપર્ક જયશ્રીબેન 07557 483 153

અવસાન નોંધ

* નડિયાદના મૂળ વતની અને ઇસ્ટ લંડનના મેનોર પાર્ક સ્થિત શ્રી રજનીકાન્ત અંબાલાલ પ ટેલનું તા. ૨૧-૩-૧૫ શનિવારે દુ:ખદ અવસાન થયું છે. સદ્ગતના અંતિમ સંસ્કાર તા. ૨૮-૩-૧૫ શનિવારે બપોરે ૧ કલાકે સિટી અોફ લંડન ક્રિમેટોરિયમ, E12 5DQ ખાતે કરવામાં આવશે. સંપર્ક: હેમાબેન 020 8471 8194.

૦૦૦૦૦૦૦૦

વેડિંગ સ્પેશ્યલ અંક

આપણી દિકરી અને દિકરાના લગ્ન પ્રસંગને રંગે ચંગે ઉજવવા માટે જોઇતી તમામ માહિતીથી ભરપુર અને અવનવા લેખો તેમજ તસવીરસહ માહિતી ધરાવતો 'વેડિંગ સ્પેશ્યલ વિશેષાંક' આ સપ્તાહે સર્વે લવાજમી ગ્રાહકોના કરકમળમાં સાદર રજૂ કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. આશા છે કે આ વિશેષાંક આપની માહિતી અને જ્ઞાનમાં અચૂક વધારો કરશે.

૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter