સંસ્થા સમાચાર
• GHSપ્રેસ્ટનના સ્મૃતિ વિશેષાંકનું લોકાર્પણ - ગુજરાત હિંદુ સોસાયટી (GHS) સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN દ્વારા સંસ્થાની વર્ષ ૧૯૬૫થી ૨૦૨૧ સુધીની ગૌરવ ગાથાનું સોવેનિયર તૈયાર કરાયું છે. તેનું લોકાર્પણ તા.૨૯.૮.૨૦૨૧ને રવિવારે બપોરે ૨થી ૪.૩૦ દરમિયાન સંસ્થાના મુખ્ય હોલમાં રખાયું છે. આ પ્રસંગે ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અગાઉ સંસ્થામાં પ્રમુખ, મંત્રી, ખજાનચી તથા ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂકેલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
સંપર્ક. 01772 253 901
• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011