* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૨-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર સુનિતાબેન મંગલાણી અને પરિવાર USA છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* યુકે પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવ અને આંબાના મનોરથનું આયોજન તા. ૧૮-૪-૧૫ શનિવારના રોજ બપોરેના ૧૨થી ૩-૩૦ દરમિયાન લલીતાકુંજ હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બપોરે ૧૨ કલાકે શ્રી ઠાકરોજીના આંબાના સજાવટના દર્શન - આરતી તેમજ ૧ કલાકે સત્સંગ, પ્રસાદ, કિર્તન, વધાઇનો લાભ મળશે. સંપર્ક: મધુબેન સોમાણી 020 8954 2142.
* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૧૧-૪-૧૫ના રોજ સવારે ૧૧થી ૬ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસા, આરતી અને પ્રસાદનો લાભ મળશે. તા.૧૨-૪-૧૫ના રોજ બપોરે ૩ કલાકે ભજન, આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૯-૪-૧૫ના રોજ સવારે ૯-૩૦થી બપોરના ૪ દરમિયાન ભજનભોજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. દૈનિક આરતી, બાળકોના ભજન, રાજભોગ પ્રસાદી, ભોજનપ્રસાદી, બહેનોના ભજનનો લાભ મળશે. આરોગ્ય મેળા માટે તા. ૧૫-૪-૧૫ બુધવારના રોજ સાંજે ૭થી ૮ દરમિયાન કાર્યકરોની મીટીંગ રાખવામાં આવી છે. વોલંટીયર્સ જોઇએ છે.સંપર્ક: 01772 253901.
* જલારામ જ્યોત મંદિર, લલીતાકુંજ હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દર ગુરુવારે સાંજે ૭થી ૯-૧૫ જલારામ ભજન, આરતી અને મહાપ્રસાદ તેમજ દર શનિવારે સવારે ૧૧થી ૧-૧૫ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958275 222.
* શ્રી વિશ્વ સનાતન ધર્મ મંદિર, ૧૩૨ વ્હાઇટહોર્સ રોડ, ક્રોયડન, CR0 2LA ખાતે તા. ૧૫-૪-૧૫ના રોજ સવારે ૧૧ થી ૪ દરમિયાન મા દુર્ગા અને અન્ય દેવ દેવીઅોની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. સંપર્ક: 07956 348 676.
* TLCકરૂણા મેનોર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા.૧૨-૪-૧૫ના રોજ સવારે ૧૦થી ૪ દરમિયાન ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. તા. ૧૮-૪-૧૫ના રોજ સવારે ૧૦ થી ૩ દરમિયાન કોમ્યુનિટી ફનડેનું આયોજન કરાયું છે. બન્ને દિવસે પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 3151 7603.
* નવનાત વણિક એસોસિએશન અને નવનાત ભગીની સમાજ દ્વારા તા. ૧૯-૪-૧૫ના રોજ નવનાત સેન્ટર, હેઇઝ ખાતે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અને સમેત શિખરની ભાવપૂજા કરવામાં આવશે. સંપર્ક: સરોજબેન વારીયા 0208445 6305.
* કિશોર કુમાર અને આરડી બર્મનની 'અનકહી બાતે અને અનસુને નગમે'ના ગીતસંગીત કાર્યક્રમનું આયોજન તા. ૧૭-૪-૧૫ના રોજ સાંજે ૮ કલાકે ધ ઉર્સુલાઇન એકેડેમી, મોરલેન્ડ રોડ, ઇલફર્ડ, IG1 4JU ખાતે (સંપર્ક: સુભાષભાઇ 07977 939 457), તા. ૧૧-૪-૧૫ શનિવાર નોટીંગહામ સીટી એકેડેમી થિએટરNG7 7AR ખાતે (સંપર્ક: NACC 0115 8765 589) અને તા. ૧૨-૪-૧૫ સાંજે ૭-૧૫ કલાકેહેરો આર્ટ્સ સેન્ટર, અક્ષબ્રિજ રોડ, હેચએન્ડ (સંપર્ક: કાજલ 07871 544 192) ખાતે શોનું આયોજન કરાયું છે. સંપર્ક: પંકજ સોઢા 07985 222 186.
* તુષાર ત્રિવેદી પ્રસ્તુત નાટક જીવણલાલે જાન જોડી'ના શોનું આયોજન તા.૧૦-૪-૧૫ શુક્રવારે ભારતીય વિદ્યાભવન, ૪એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન W14 9HE ખાતે કરવામાં આવ્યું છે. (સંપર્ક: સુરેન્દ્ર પટેલ 020 8205 6124) તા. ૧૮-૪-૧૫ના રોજ રાત્રે ૮ કલાકે બ્રાઇટન એન્ડ હોવ હિન્દુ કોમ્યુનિટી દ્વારા નાટકના શોનું આયોજન કરાયું છે. સંપર્ક: વર્ષાબેન પટેલ 07961 208 812.
* ગુજરાતી આર્ટ્સ એન્ડ ડ્રામા દ્વારા ભારતના વિખ્યાત કલાકાર પંકજ કક્કડ અને મૃદુલા દેસાઇના ગીત સંગીત કાર્યક્રમ 'સુરીલી સુનહરી યાદે'ના શોનું આયોજન તા. ૧૮ અને ૨૫ એપ્રિલના રોજ સાંજે ધ અરેના, બુશી એકેડેમી, બુશી WD23 3AA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: નરેન શાહ 020 8428 4832.
* વાંઝા સમાજ યુકેની એજીએમનું આયોજન તા.૧૦-૫-૧૫ના રોજ બપોરે ૩-૩૦થી ૭-૩૦ દરમિયાન બેલમન્ટ કોમ્યુનિટી હોલ, કેન્ટન લેન, બેલમન્ટ HA3 8RY ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: મિતુલ 07846 297 045.
* વણીક એસોશિએશન અોફ યુકેની એજીએમનું આયોજન તા. ૧૩-૬-૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સેન્ટ આલ્બન્સ ચર્ચ હોલ, પ્રિટોરિયા રોડ, સ્ટ્રેધામ SW16 6PR ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8677 0774.
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર અને પ્રિમયર બેન્કવેટીંગ દ્વારા તા. ૧૫-૪-૧૫ના રોજ સાંજે ૭-૩૦થી ૯-૦૦ દરમિયાન પ્રિમીયર બેન્કવેટીંગ, પ્રિમયર હાઉસ, ૧ કેનિંગ રોડ, હેરો HA3 7TS ખાતે હેરો વેસ્ટ અને હેરો ઇસ્ટના પ્રોસ્પેક્ટીવ પાર્લામેન્ટરી કેન્ડીડેટ સાથે ચર્ચા વિચારણા અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. નાસ્તાનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.
000000000
૫૦મા જન્મ દિનની ઉજવણી કરતા વર્ષિલાબેન જેઠવા
મૂળ નાઇરોબી - ન્યેરીના વતની અને મિલ્ટન કિન્સ ખાતે રહેતા વર્ષિલાબેન જેઠવાએ ગત સોમવારે પોતાના ૫૦મા જન્મ દિનની ઉજવણી કરી હતી. ભક્તિસંગીત અને ભજનના શોખીન એવા વર્ષિલાબેનને શુભેચ્છા પાઠવવા તેમના મિત્રો, પરિચીતો અને સંબંધીઅો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષિલાબેને કહ્યું હતું કે 'જીવન ખૂબ જ ટૂંકુ છે અને આપણે એક વાર જ જીવવાનું છે. આપણી પાસે જે સમય છે તેને મુલ્યવાન બનાવવો જોઇએ.