સંસ્થા સમાચાર

Tuesday 25th January 2022 12:42 EST
 

• બ્રહ્માકુમારીઝ UK દ્વારા ઓનલાઈન કાર્યક્રમ  

શું આપ જાણો છો કે સૃષ્ટિ પર સર્વ પ્રથમ મનુષ્ય - આદિ દેવ - કોણ હતા ? એમની રચના કેવી રીતે થઇ અને એમણે શું કાર્ય કર્યું ? આ બાબતે વિશ્વના અનેક ધર્મોમાં અલગ અલગ માન્યતાઓ છે. અનેક માન્યતાઓ વચ્ચે સત્ય શું છે તે જાણવા માટે બ્રહ્માકુમારીઝ UK દ્વારા તા.૨૯.૧.૨૨ને શનિવારે બપોરે ૪ વાગે ઝૂમના માધ્યમથી (Zoom ID: 942 4034 3810 Passcode: 223676) ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ખાતે તા.૨૯.૧.૨૨ને શનિવારે શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું છે. સાંજે ૬.૩૦ ચાલીસા પાઠ, સાંજે ૭.૧૫ આરતી, સાંજે ૭.૩૫ શાંતિ પાઠ, સાંજે ૭.૪૫ પ્રસાદ. દર મહિનાના છેલ્લાં શનિવારે શ્રી હનુમાન ચાલીસાના પાઠ યોજાશે. સંપર્ક. 020 8553 5471

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા.૨૯.૧.૨૨લેડીઝ સત્સંગ - સમય – બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ – સેન્ટરમાં મંદિરનો સમય – દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter