* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JNખાતે તા. ૨૯-૫-૧૫ શુક્રવારે સાંજે ૭-૩૦ કલાકે ગાયત્રી જયંતિ પ્રસંગે ૧૦૮ સમૂહ ગાયત્રી મંત્રના જાપ થશે. તા. ૩૦-૫-૧૫ શનિવારથી તા. ૪-૬-૧૫ ગુરૂવાર દરમિયાન રોજ બપોરે ૪થી ૬ શ્રીમદ ભાગવદ્ ગીતા પર મંદિરના પૂજારી શ્રી જતીનભાઇ વ્યાસ ચિંતન સત્સંગનો લાભ આપશે. તા. ૩૧-૫-૧૫ના રોજ સવારે ૧૦-૩૦થી વટ સાવિત્રી વ્રતનું પૂજન થશે. તા. ૫-૬-૭ જૂન રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન ડો. ભાગીશ્વરી દેવીજીના સત્સંગનો લાભ મળશે. તા. ૬ જૂન સવારે ૧૦-૩૦થી ૪-૩૦ મહિલા ભજન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01772 253 901.
* ભુવનેશ્વરી પીઠના અાચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ તા. ૧ થી ૬ જૂન લંડનમાં વિવિધ સ્થળે કાર્યક્રમનો લાભ આપશે. તા. ૭-૬-૧૫ સવારે ૯થી ૨ દરમિયાન શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, ૧૪૮ હાઇફીલ્ડ રોડ, વેલિંગબરો NN8 1PL ખાતે સમૂહ કુમારીકા પૂજનમાં ઉપસ્થિત રહેશે. સંપર્ક: ધિરૂભાઇ મિસ્ત્રી 01933 673 732.
* અાદ્યશક્તિ માતાજી ટેમ્પલ, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૩૦-૫-૧૫ અને દર શનિવારે બપોરે ૧૨થી હનુમાન ચાલીસા થશે. તા. ૩૧-૫-૧૫ રવિવારે બપોરે ૩ કલાકે ભજન, આરતી, પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540
* શ્રી જલારામ જ્યોત મંદિર, ન્યુ વિરપુર ધામ, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે તા. ૩૧-૫-૧૫ ૧૦૨ સમૂહ માતાજીના લોટા ઉત્સવનું આયોજન સવારે ૧૧થી કરવામાં આવ્યું છે. માતાજીના સર્વે શ્રધ્ધાળુઅોને પધારવા નિમંત્રણ. સંપર્ક: 020 8902 8885.
* માનવ ધર્મ સોસાયટી અોફ યુકે દ્વારા તા. ૭-૬-૧૫ રવિવારના રોજ સવારે ૧૧ થી ૨-૩૦ દરમિયાન કિંગ્સબરી હાઇસ્કૂલ, ટેયલર્સ હોલ, (પ્રવેશ સ્ટેગલેન) કિંગ્સબરી NW9 9AA ખાતે પૂ. શ્રી સત્તપાલજી મહારાજના ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સંજય મકવાણા 07958 585 170.
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે ગૌશાળાના લાભાર્થે તા. ૬ થી ૧૦ જૂન, ૨૦૧૫ દરમિયાન રોજ સાવારે ૧૧થી ૨ દરમિયાન ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાનો લાભ સુરત – પાલનપુરના મહંત શ્રી ક્ષીપ્રાગીરીજીબાપુ આપશે. સંપર્ક: 020 8426 0678.
* પૂજ્ય શ્રી ગીરીબાપુની શિવ કથાનું શાનદાર આયોજન તા. ૨૮મી મેથી તા. ૫ જૂન ૨૦૧૫ દરમિયાન શ્રી પ્રજાપતિ હોલ, લેસ્ટર LE4 6BW ખાતે કરવામાં આવ્યું છે. * તા. ૧૪-૬-૧૫થી તા. ૨૦-૬-૧૫ દરમિયાન બ્રિસ્ટોલ હિન્દુ મંદિર, ૧૬૩ એ ચર્ચ રોડ, બ્રિસ્ટોલ BS5 9LA ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ રોજ સાંજે ૪-૩૦થી ૭-૩૦ દરમિયાન મળશે. કથાના બીજે દિવસે સવારે ૯થી ૧૨ દરમિયાન MA TV પર કથાનું પ્રસારણ કરાશે. સંપર્ક: અશ્વીનભાઇ પટેલ 07949 888 226.
* તારૂષ પ્રમોશન્સ દ્વારા નેપાલ ભૂકંપ પિડીતોના લાભાર્થે 'નેપાલ તેરે લીયે' રાજા કાશેફ અને રૂબાયત જહાનના ગીત સંગીત કાર્યક્રમનું ડીનર સાથે આયોજન કેવેન્ડીશ બેન્કવેટીંગ હોલ, એજવેર રોડ, કોલિન્ડેલ NW9 5AE ખાતે તા. ૬-૬-૧૫ શનિવારના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવ્યું છે. સંપર્ક: મંજુલી 07961 178 111.
* ગેલેક્સી શોઝ લંડન દ્વારા "પપ્પા અાવા જ હોય છે" શોનું અાયોજન તા. ૨૯ મે, શુક્રવારે સાંજે ૮ કલાકે ધ ઉર્સુલાઇન એકેડેમી મોરલેન્ડ રોડ, ઇલફર્ડ IG1 4JU (સંપર્ક: અનંત પટેલ 07958 744 464), * શનિવાર તા. ૩૦-૫-૧૫ના રોજ રવિવારે સાંજે ૮ વાગે વિન્સટન ચર્ચીલ હોલ, રાયસ્લીપ HA4 7QL ખાતે (વંદનાબેન 020 8958 1626) * તા. ૩૧-૫-૧૫ બપોરે ૪ કલાકે કેનન્સ હાઇસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે બપોરે ૪ કલાકે (જયસુખભાઇ 07973 287 434) ખાતે શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: પંકજ સોઢા 07985 222 186.
* યુકે એશિયન વીમેન્સ એસોસિએશન (UKAWA) પ્રસ્તુત અર્પણકુમાર, મિત્તલ અને ગૃપના ગીત સંગીત કાર્યક્રમ 'સુનહરી યાદે'નું આયોજન તા. ૬ જૂન, ૨૦૧૫, શનિવારે સાંજે ૬-૩૦ કલાકે ડીનર સાથે આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મિચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: અરૂણાબેન 07831 656 838.
* નહેરૂ સેન્ટરના કાર્યક્રમો (૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF) * તા. ૧-૬-૧૫ સાંજે ૬-૧૫ કલાકે હરમિંદર નેગીના ફોટોગ્રાફી પ્રદર્શનનો શુભારંભ થશે. * તા. ૫-૬-૧૫ શુક્રવાર શ્રીમતી જયા રાવ 'અવેકન ધ લીડર ઇન યુ' વિષે પ્રવચન આપશે. * સોમવાર તા. ૮-૬-૧૫ સાંજે ૬-૧૫ કલાકે 'એશિયન વોઇસ'ના કોલમ રાઇટર સ્પ્રિહા શ્રીવાસ્તવના ફોટોગ્રાફી પ્રદર્શનનો સાંજે ૬-૧૫ કલાકે શુભારંભ થશે. સોમવાર તા. ૮-૬-૧૫ સાંજે ૬-૩૦ કલાકે જયાપ્રભા મેનન મોહીનીયટ્ટમ: કહર્યા રજૂ કરશે. સંપર્ક: 020 7491 3567.
* સંપદ સાઉથ એશિયન આર્ટ્સ દ્વારા 'ઇનસ્પાયર્ડ બાય ગાંધી ઇન્ટરનેશનલ રાઇટીંગ કોમ્પીટીશન'નું આયોજન કરાયું છે. જેની આખરી તારીખ તા. ૩૧-૫-૧૫ છે. સંપર્ક: 0121 446 3260
* સર્વિસીસ ફોર NRIદ્વારા ઇન્ડિયન પ્રોપર્ટી મેલાનું શાનદાર આયોજન તા. ૬-૭ જૂન ૨૦૧૫ શનિ-રવિવાર દરમિયાન સવારે ૧૦થી ૬ સુધી પીપુલ સેન્ટર, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 367 2502.
* HDFC ઇન્ડિયા હોમ્સ ફેરનું આયોજન તા. ૩૦-૩૧ મે, ૨૦૧૫ રોજ સવારે ૧૦થી ૭ દરમિયાન હિલ્ટન લંડન મેટ્રોપોલ હોટેલ, ૨૨૫ એજવેર રોડ, લંડન W2 1JU ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 7872 5542.
* HDFC ઇન્ડિયા હોમ્સ ફેરમાં ભારતના વડોદરા, પુણે અને બેંગ્લોર ખાતે 'અથશ્રી'ના નામથી સીનીયર સીટીઝન વડિલોના માટે ખાસ બનાવાયેલ ફલ્ેટની વિશાળ શ્રુંખલા અને તેની માહિતી લેવા માટે 'અથશ્રી'ના સ્ટોલની મુલાકત લો તેમજ તા. ૨૮ના રોજ 'અથશ્રી'ના સેમિનારમાં ભાગ લો. સંપર્ક: 07496 784 984.
શુભ વિવાહ
* સોજીત્રાના મૂળ વતની નયનાબેન અને યતિનભાઇ મણીભાઇ પટેલના સુપુત્ર ચિ. ભાવેશના શુભલગ્ન મોગરીના વતની હંસાબેન અને ભરતભાઇ હરમાનભાઇ પટેલના સુપુત્રી ચિ. વૈશાલી સાથે આણંદ ખાતે નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.
શ્રધ્ધાંજલિ ભજન
હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ભૂતપૂર્વ ચેરમેન અને હિન્દુ અગ્રણી શ્રી વેણીલાલભાઇ વાઘેલાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ભજન અને કિર્તન કાર્યક્રમનું આયોજન તા. ૪ જૂન, ૨૦૧૫ ગુરૂવારે રાત્રે ૮થી ૧૦ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, લંડન HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8904 9191.
અવસાન નોંધ
* કચ્છના બળદીયાના મૂળ વતની અને વિલ્સડન લેન, હેરો અને કેન્ટન સ્વામીનારાયણ મંદિર તેમજ યુકે લેવા પટેલ કોમ્યુનિટીના અગ્રણી શ્રી કરશનભાઇ ધનજીભાઇ વેકરીયાનું ૪૬ વર્ષની વયે ગત તા. ૧૯-૫-૧૫ના રોજ લંડન ખાતે દુ:ખદ નિધન થયું હતું. તેઅો SKLPCના પ્રમુખ માવજીભાઇ વેકરીયા (કેન્ફોર્ડ)ના ભાઇ હતા. સદ્ગતની અંતિમ યાત્રા ગત શનિવારના રોજ લંડન ખાતે સંપન્ન થઇ હતી. સંપર્ક: માવજીભાઇ 07831 430 812.