સંસ્થા સમાચાર

Tuesday 02nd June 2015 12:38 EDT
 

* અાદ્યશક્તિ માતાજી ટેમ્પલ, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૬-૬-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલીસા થશે. તા. ૭-૬-૧૫ બપોરે ૩થી ભજન સત્સંગ થશે. બન્ને કાર્યક્રમોમાં મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* કાર્ડીફ સનાતન ધર્મ મંદિર, સીવ્યુ બીલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે પૂજ્ય શ્રી ગીરીબાપુની શિવ કથાનું શાનદાર આયોજન તા. ૭થી ૧૩ જૂન દરમિયાન બપોરે ૧થી સાંજના ૬ અને વિકેન્ડમાં બપોરે ૩-૩૦થી ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. બાપુની લેસ્ટરની કથા આગામી તા. ૨૮-૫-૧૬થી ૫-૬-૧૬ દરમિયાન યોજાનાર છે. જેમાં શરતચૂકથી ગત સપ્તાહે ૨૦૧૫માં કથા યોજાશે તેમ લખાયું હતું. ક્ષતિ બદલ ક્ષમાયાચના. સંપર્ક: વિમળાબેન પટેલ: 07979 155 320.

* સંગમ, મીના મહેતા અોડીટોરીયમ, ૨૧૦ બર્ન્ટ અોક બ્રોડવે, એજવેર HA8 0AP ખાતે તા. ૧૧-૬-૧૫ના રોજ સવારે ૧૦થી બપોરના ૨ દરમિયાન અોપન ડેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વેલ્ફેર બેનીફીટ્સ, ઇમીગ્રેશન, દેવુ, ડોમેસ્ટીક વાયોલન્સ , આરોગ્ય, વિવિધ વર્ગો વગેરે અંગે માહિતી મળશે. સંપર્ક: 020 8952 7062.

* આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વિવિધ સેવા કાર્યોના લાભાર્થે 'ચોરના હાથમાં ચાવી' નાટકના શોનું આયોજન તા, ૭-૬-૧૫ના રોજ બપોરે ૩ કલાકે બુશી એકેડેમી ખાતે કરવામાં આવ્યું છે. 0208537 0946.

* વર્લ્ડ ડોનર ડે પ્રસંગ તા. ૧૪-૬-૧૫ના રોજ સવારે ૯-૧૦થી ૧૨-૩૦ અને બપોરે ૨થી ૪ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી રોડ, કિંગ્સબરી NW9 8XE ખાતે બ્લડ ડોનેશન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0300 123 2323.

* બાલકૃષ્ણ ગૌશાળા પાંજરાપોળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૩થી ૨૧ જૂન, ૨૦૧૫ દરમિયાન શ્રી પ્રજાપતિ એસોસિએશન, ૫૧૯ નોર્થ સર્ક્યુલર રોડ, નીસડન NW2 7QG ખાતે (પ્રવેશ એબોન રોડ) ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય શનિવારના રોજ બપોરે ૨-૩૦થી ૫-૦૦નો રહેશે. બાકીના દિવસોમાં રોજ સવારે ૧૦થી ૨-૦૦નો રહેશે. કથાનું રસપાન પૂ. શ્રી પિયુશભાઇ મહેતા (જલારામ મંદિર, ગ્રીનફર્ડ) કરાવશે. સંપર્ક: વિશ્રામભાઇ હિરાણી 07956 162 691.

* રોક અોન મ્યુઝીક દ્વારા તા. ૬-૬-૧૫ ના રોજ સાંજના ૫-૩૦થી ધ SSE અરેના ખાતે અરજીત સિંઘ લાઇવ ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0844 815 0815.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરો દ્વારા તા. ૧૫-૬-૧૫થી ૧૫-૭-૧૫ દરમિયાન લંડનમાં હેમંત ચૌહાણના 'ટહુકો' કાર્યક્રમનું આયોજન થનાર છે. ઇચ્છુક સંસ્થાઅો તેમજ ભક્તોને તેમનાં બુકિંગ માટે સંપર્ક કરવા વિનંતી. 020 8426 0678.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૭-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન પર આધારીત એશિયાના સૌથી મોટા નાટક 'જાણતા રાજા' (હિન્દી)ના શોનું આયોજન આગામી તા. ૨૦-૨૧ જૂન ૨૦૧૫ના રોજ SSE અરેના વેમ્બલી ખાતે કરવામાં આવ્યું છે.

* ધ વાંઝા સમાજ યુકે દ્વારા રાયસ્લીપ લીડોની ટ્રીપનું આયોજન તા. ૧૪-૬-૧૫ના રોજ કરાયું છે. સંપર્ક: મિતુલ 07846 297 045.

* ગાયત્રી પરિવાર યુકે દ્વારા તા. ૭-૬-૧૫ના રોજ રવિવારે ગાયત્રી જયંતિ નિમિત્તે ૫ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન બપોરે ૧થી ૪ દરમિયાન માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ૨૦એ રોઝમીડ એવન્યુ, વેમ્બલી HA9 7EG ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8907 3028.

* શ્રુથી યુકે દ્વારા બ્રિટીશ કર્ણાટીક કોયરનું આયોજન તા.૧૨-૬-૧૫ના રોજ સવારે ૧૦ કલાકે બર્મિંગહામ ચેમ્બર અોફ કોમર્સ, ૭૫ હાર્બોર્ન રોડ, એજબાસ્ટન, બર્મિંગહામ B15 3DH ખાતે કરવામાં આવ્યું છે.

* 'દર્દીઅોનું રાહત ફંડ'નો ૨૦૧૪-૧૫નો ૫૧મો વાર્ષિક અહેવાલ મળ્યો છે.

શુભ વિવાહ

* ભાદરણના વતની અને લંડનમાં રહેતા શ્રીમતી નલિનીબેન અને શ્રી ધીરેનભાઇ એન. પટેલના સુપુત્ર ચિ. મિતલના શુભ લગ્ન તારાપુરના મૂળ વતની શ્રીમતી શિલ્પાબેન અને શ્રી દિપકભાઇ કે. અમીનના સુપુત્રી ચિ. નિકીતા સાથે તા. ૧૨૭-૧૫ના રોજ નિરધાર્યા છે.

* વસોના મૂળ વતની અને લંડન ખાતે રહેતા શ્રીમતી જયમીનીબેન અને શ્રી વિરેન્દ્રભાઇ ચિમનભાઇ અમીનના સુપુત્ર ચિ. નિકુંજના શુભલગ્ન નડિયાદના મૂળ વતની શ્રીમતી નીલાબેન અને શ્રી કલ્પેશભાઇ પટેલના સુપુત્રી ચિ. શ્રીના સાથે તા. ૧૮-૭-૧૫ના રોજ નિરધાર્યા છે.

બન્ને નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.

મહારાષ્ટ્ર મંડળ લંડનના હોદ્દેદારો

પ્રમુખ: સુશીલ રપટવાર, ઉપપ્રમુખ: શાર્દુલ કુલકર્ણી, મહામંત્રી: ચેતન હરપાલે, PRO: રાગાસુધા વિંજામુરી, ખજાનચી: દયાનેશ દાઉદખાને, પ્રોગ્રામ કો-અોર્ડીનેટર: નિમિષા દેશમુખ – દાઉદખાને.

કારોબારી સમિતિ: નિખીલ કોરાને, અદિત્ય પાટીલ, વિનોદ દેવકર.

નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેપાલ ભૂકંપ રાહત ફંડ માટે £૩૫૦૦ એકત્ર કરાયા

નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૯મી મે'ના રોજ ગાયક કલાકારો પંકજ કક્કડ અને મૃદુલા દેસાઇના 'સુનહરી યાદે' કાર્યક્રમનું આયોજન કરીને નેપાલ ભૂકંપ રાહત ફંડ માટે £૩,૫૦૦ એકત્ર કરાયા હતા. આ પ્રસંગે શ્રીમતી રેચલ પૌલ, ભારતીય હાઇકમિશનના ફર્સ્ટ સેક્રેટરી શ્રી પ્રિતમ લાલ, અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના પ્રમુખ શ્રી લાલુભાઇ પારેખ અને અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં ભારતના વડાપ્રધાનશ્રીના રાહત ફંડ માટે ચેક સ્વીકારતા ભારતના ડેપ્યુટી હાઇકમિશ્નર વિરેન્દ્ર પૌલ, ઉમીબેન રાડીયા, તેમનો પુત્ર ચિ. પ્રિશાલ શશીકાંતભાઇ રાડીયા, ઇસ્ટહામના લેબર એમપી સ્ટીફન ટીમ્સ અને વક્તવ્ય આપતા વિનુભાઇ નાગરેચા નજરે પડે છે.

આઇલ અોફ વાઇટના સેનડાઉનના ડેપ્યુટી મેયર તરીકે રાજેશ પટેલની વરણી

આઇલ અોફ વાઇટના સેનડાઉનના ડેપ્યુટી મેયર તરીકે ગુજરાતી મૂળના કાઉન્સિલર રાજેશ પટેલની તા. ૧૮-૫-૧૫ના રોજ વરણી કરવામાં આવી હતી. આઇલ અોફ વાઇટમાં ડેપ્યુટી મેયર પદે નિમાયેલા રાજેશભાઇ પ્રથમ ભારતીય છે. રાજેશભાઇ ૨૦૦૯થી કાઉન્સિલર તરીકે સેવા આપે છે.

કાઉન્સિલર રાજ પટેલ મૂળ નડિયાદ નજીકના ગાડાના વતની છે અને પત્ની કૃષિલાબેન, પુત્ર અક્ષીલ અને પુત્રી પરિતા સાથે વસે છે તેમજ હોટેલ, રેસ્ટોરંટ અને ન્યુઝ એજન્ટ શોપ્સના વેપાર સાથે સંકળાયેલા છે.

ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી રજૂઆતને આધારે યુનાઇટેડ નેશન્સ દ્વારા તા. ૨૧મી જૂન ૨૦૧૫ને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે માન્યતા આપવામાં આવી છે. આમ દરે વર્ષે તા. ૨૧મી જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે. જો આપની સંસ્થા, સંગઠન, મંડળ કે મંદિર દ્વારા 'ઇન્ટરનેશનલ યોગા ડે'ની ઉજવણી કરવામાં આવનાર હોય તો તેની માહિતી અમને તા. ૧૫-૬-૧૫ પહેલા પોસ્ટ, ઇમેઇલ [email protected] કે ફેક્સ 020 7749 4001 દ્વારા કરવા વિનંતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter