સંસ્થા સમાચાર

Tuesday 16th June 2015 15:38 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૧-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* ભારતીય વિદ્યા ભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન W14 9HE ખાતે ધર્મ વિષે તા. ૨૭-૬-૧૫ના રોજ બપોરે ૩-૩૦ કલાકે જતિન્દ્ર સહા વક્તવ્ય આપશે. સંપર્ક: 020 7381 3086.

*યુકેશ્રી પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા પુરૂષોત્તમ માસ પ્રસંગે વિન્ડસર ખાતે છાક ઉત્સવનું આયોજન તા. ૨૦-૬-૧૫ના રોજ કરવામાં આવ્યું છે. આ માટે સવારે ૯-૩૦ કલાકે નોર્થ હેરોથી કોચ ઉપડશે. સૌને પોતાના ઘરેથી છાક (નાસ્તો) લઇને આવવા વિનંતી. સંપર્ક: જ્યોત્સનાબેન સવજાણી 020 8863 2275 અને સ્નેહલત્તાબેન પટેલ 020 8908 1777.

* શ્રી રામ મંદિર, ૫૮ કેન્યન સ્ટ્રીટ, આશ્ટન અંડર લાઇન OL6 7DU ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું શાનદાર આયોજન તા. ૨૨-૬-૧૫થી તા. ૨૮-૬-૧૫ દરમિયાન રોજ સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. કથાનો લાભ શ્રી મહેન્દ્રભાઇ ભટ્ટ આપશે. સંપર્ક: 07737 702 642.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૨૦-૬-૧૫ શનિવારે બપોરે ૧૨ કલાકે હનુમાન ચાલીસા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૧-૬-૧૫ના રોજ રવિવારે બપોરે ૩ કલાકે ભજન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: જશવંતભાઇ માઇચા 07882 253 540.

* શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ પરિવાર યુકે દ્વારા પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી અને સંત મંડળની સત્સંગ યાત્રાનું આયોજન યુકે ભરમાં કરવામાં આવ્યું છે. તા. ૧૬થી ૨૧ જૂન દરમિયાન સ્વામીજી SKS સ્વામીનારાયણ મંદિર, ૨૨-૨૪ શાફ્ટ્સબરી રોડ, ઇસ્ટ લંડન E7 8PD ખાતે, તા. ૧૯-૨૦ જૂન દરમિયાન સાઉથ ઇસ્ટ હિન્દુ એસોસિએશન, ૨ એન્જલસી એવન્યુ, વુલીચ SE18 6ER તેમજ તા. ૨૨-૨૭ જૂન દરમિયાન SKLP સમાજ, ક્રુક સ્ટ્રીટ, બોલ્ટન BL3 6AS ખાતે સત્સંગ સભાને સંબોધન કરશે. સંપર્ક: 020 8838 4900.

* વૈષ્ણવ સંઘ અોફ યુકે દ્વારા શ્રી ગુંસાઇજી પ્રભુચરણના પંચશતાબ્દી વર્ષ નિમિત્તે સૌ પ્રથમ વખત આધિક માસમાં વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયના શ્રીમુખે બાયરન હોલ હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. ૨૭-૬-૧૫થી તા. ૪-૭-૧૫ દરમિયાન રોજ બપોરે ૩-૩૦થી સાંજે ૭-૩૦ દરમિયાન વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી અને મનોરથી બનવા સંપર્ક: સુભાષભાઇ લાખાણી 07748 324 092.

*ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન, PR1 8JN દ્વારા તા. ૨૧-૬-૧૫ના રોજ ભજન ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દૈનિક આરતી, બાળકોના ભજન, રાજભોગ આરતી, ભોજન પ્રસાદી અને બહેનોના ભજનનો લાભ મળશે. મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. તા. ૨૧ જૂનના રોજ સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરાયું છે. સંપર્ક: 01772 253 901.

* શ્રી એડન દેપાળા મિત્રમંડળ, ૬૭એ ચર્ચ લેન, ઇસ્ટ ફિંચલી, લંડન N2 8DR ખાતે તા. ૨૨-૬-૧૫ અને તા. ૨૯-૬-૧૫ના રોજ રાતના ૮થી ૧૦ દરમિયાન ભજન કિર્તન અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: દયારામભાઇ દેપાળા 020 8445 7892.

* શ્રી સોરઠીયા વણીક એસોસિએશન અને મા કૃપા ફાઉન્ડેશન દ્વારા 'ફાધર્સ ડે'ની ઉજવણી તા. ૨૧ જૂન, ૨૦૧૫ના રોજ કેનન્સ સ્કૂલ, શેલ્ડન રોડ, HA8 6AN ખાતે સાંજે ૫-૩૦થી ૧૦-૩૦ દરમિયાન કરવામાં આવશે. અમેઝીંગ લીટલ સ્ટાર્સના કલાકારો મનોરંજન કરશે. સંપર્ક: સુધાબેન માંડવીયા 07956 815 101 / 020 8931 3748 અને જયંતિભાઇ07915 066 671.

* નહેરૂ સેન્ટરના કાર્યક્રમો (૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF) * તા. ૨૪--૧૫ સાંજે ૬-૩૦ કલાકે નિકીતા ઠકરાર 'કથા ડાન્સ સોલો રીસાઇટેલ'રજૂ કરશે. તા. ૨૫--૧૫ સાંજે ૬-૩૦ કલાકે અર્પણ કુમાર અને મિત્તલ પટેલ વિખ્યાત ગાયક કલાકાર અોપી નૈયરને અંજલિ આપતા ગીતો રજૂ કરશે. તા. ૨૬--૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે ગૌતમ દાસગુપ્તા બોલીવુડના સુવર્ણ યુગના ગીતો રજૂ કરશે. સંપર્ક: 020 7491 3567.

* નવનાત સમર કેમ્પનું આયોજન તા. ૨૩--૧૫ના રોજ બ્રોકેટ હોલ ગોલ્ફ ક્લબ, વેલીન, હર્ટ્સ ખાતે કરાયું છે.

* મિલાપ ફેસ્ટ દ્વારા તા. ૨૦--૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે RNCM માંચેસ્ટર ખાતે રઘુ દિક્ષીત ગીત સંગીત રજૂ કરશે.

શુભ લગ્ન

શ્રીમતી રેશ્મા અને શ્રી ઉદયભાઇ પટેલના સુપુત્ર ચિ. નિશયના શુભલગ્ન તા. ૩૦--૧૫ના રોજ શ્રીમતી ચારુબેન અને શ્રી પિયુશભાઇ પટેલના સુપુત્રી ચિ. પ્રિના સાથે નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર'પરિવાર તરફથી શુભકામનાઅો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter