સંસ્થા સમાચાર

Tuesday 30th June 2015 10:12 EDT
 
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* એક્વીટાસ દ્વારા રોકાણ માટેની કોમર્શીયલ મિલક્તોની જાહેર હરાજીનું આયોજન તા. ૯-૭-૧૫ના રોજ કરવામાં આવ્યું છે. સંપર્ક: જ્હોન મહેતાબ 020 7034 4855.

* દારેસલામ રીયુનિયન દ્વારા યુકેમાં સૌ પ્રથમ વખત બાયેન્યુઅલ ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન તા. ૮-૮-૧૫ના રોજ સાંજે ૭થી મોડે સુધી ધ ક્લે અોવન, બેનક્વેટ સ્યુટ, ઇલીંગ રોડ, HA0 4LW ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 01256364 618.

* નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ NAPS, ૨૬બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે તા. ૧૩-૭-૧૫થી તા.૧૯-૭-૧૫ દરમિયાન શ્રી દ્વારકાધીશ કથાનું આયોજન રોજ સવારે ૧૧થી ૪ દરમિયાન કરવામાં આવ્યું છે. તા. ૭-૭-૧૫ના રોજ આશ્રમ ડે સેન્ટરના સહકારથી ડોવરની ટ્રીપનું આયોજન કરાયું છે. NAPSખાતે દર ગુરૂવારે સવારે ૧૦થી૧૧-૩૦ યોગના વર્ગો થશે. સંપર્ક: પ્રવીણભાઇ અમીન 020 8337 2873.

* શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દર ગુરૂવારે જલારામ ભજન સાંજના ૭થી રાતના ૯-૧૫ અને તે પછી પ્રસાદનો લાભ મળશે. જ્યારે દર શનિવારે સવારે ૧૧થી ૧-૧૫ હનુમાન ચાલિસા અને તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ07958 275 222.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨, પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે રવિવાર તા. ૫-૭-૧૫ના રોજ સાંજે ૭-૩૦થી 'રામદેવ પીરનો હેલો' ભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિખ્યાત કલાકાર હેમંતભાઇ ચૌહાણ તેમજ તેમના દિકરી ગીતાબેન ચૌહાણ હેલો રજૂ કરશે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.

* 'ગુજ્જુભાઇ રીટાર્યડ થાય છે' નાટકના શોનું આયોજન શુક્રવાર તા. ૧૭-૭-૧૫ના રોજ સાંજે ૬-૧૫થી ડીનર સાથે નવનાત વડિલ મંડળ, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ UB3 1ARખાતે કરવામાં આવ્યું છે. (સંપર્ક: રમેશભાઇ શાહ 020 8422 8988) * શનિવાર તા. ૧૮-૭-૧૫ના રોજ પીપલ એન્ટરપ્રાઇઝ, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે કરવામાં આવ્યું છે. (સંપર્ક: 0116 2616000) * તા. ૧૯-૭-૧૫ના રોજ બપોરે ૧-૩૦ કલાકે હેચએન્ડ હાઇસ્કૂલ, હેડસ્ટોન લેન, હેરો HA3 6NR ખાતે કરવામાં આવ્યું છે. (જયસુખ મિસ્ત્રી 07973 287 434).

* માંધાતા યુથ એન્ડ કોમ્યુનીટી એસોસિએશન દ્વારા તા. ૧૨-૭-૧૫ના રોજ બપોરે ૨થી ૬ દરમિયાન આલ્પર્ટન હાઇસ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી HA0 4JE ખાતે શાળાની સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: પ્રભાબેન 020 8998 9629.

* શ્રીજીધામ હવેલી, ૫૪ મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP ખાતે તા. ૯થી ૧૫ જુલાઇ ૨૦૧૫ દરમિયાન રોજ બપોરે ૨થી ૬ દરમિયાન શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પૂ. શ્રી હરિરાયજી મહોદયના અધ્યક્ષ સ્થાને અને પ્રવક્તા તરીકે પૂ.શ્રી ગોવર્ધનેશનજી મહોદયશ્રી બિરાજશે. સંપર્ક: રાકેશ રાજપરા 07769 587 779.

* ધ વાંઝા સમાજ યુકે દ્વારા તા.૧૨-૭-૧૫ના રોજ ક્લેકટન અોન સીની કોચ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: મિતુલ 07846 297 045.

* એડન દેપાળા મિત્ર મંડળ યુકે, ૬૭એ ચર્ચ લેન, ઇસ્ટ ફિંચલી N2 8DR ખાતે તા. ૬-૭-૧૫ અને તા. ૧૩-૭-૧૫ના રોજ રાતના ૮થી ૧૦ દરમિયાન ભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: દયારામભાઇ દેપાળા 020 8445 7892.

* શ્રી રામક્રિષ્ણ સેન્ટર, આલ્ફ્રેડ સ્ટ્રીટ, લાફબરો LE11 1NG ખાતે શ્રી રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન તા. ૪-૭-૧૫થી તા. ૧૨-૭-૧૫ દરમિયાન કરવામાં આવ્યું છે. કથાનો લાભ શ્રી નરસીભાઇ રાજગોર કરાવશે. સંપર્ક: જેબી થાનકી 01509 218 274.

* નેપાલ ભુકંપ પીડીતોના લાભાર્થે તા. ૧૦-૭-૧૫ના રોજ સાંજે ૭-૩૦થી મોડે સુધી પીપુલ એન્ટરપ્રાઇઝ, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DPખાતે રફી, મુકેશ અને કિશોર કુમારના હીટ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંપર્ક: 0116 261 6000.

* પિંડોરીયા સોલીસીટર્સ દ્વારા લેન્ડલોર્ડ્ઝને લગતા લીગલ ઇસ્યુ અંગે પ્રોપર્ટી લો સેમિનારનું આયોજન ગુરૂવાર તા. ૨ જુલાઇ ૨૦૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૯-૩૦ દરમિયાન સ્કાય લોંજ, ધ બ્રોડવોક સેન્ટર, ૧૫૮ સ્ટેશન રોડ, એજવેર HA8 7AW ખાતે કરવામાં આવ્યું છે. મુખ્ય વક્તા સેમ્યુઅલ વેરીટે રહેશે. સંપર્ક: 020 8951 6959.

* શ્રી હિન્દુ મંદિર વેલિંગબરો ખાતે તા. ૪-૭-૧૫ શનિવારના રોજ સમુહ સત્યનારાયણ કથાનું આયોજન બપોરે ૨ કલાકે કરવામાં આવ્યું છે. ભારતથી પધારેલા શ્રી ભરત ભગત વ્યાસપીઠ પરતી કથાનું રસપાન કરાવશે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 01933 222 250.

* સ્વામીનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પૂ. દિવ્યસ્વરૂપ સ્વામીના વચનામૃત સત્સંગનું આયોજન તા. ૪ અને ૫ જુલાઇના રોજ સ્વામીનારાયણ વર્લ્ડ અોર્ગેનાઇઝેશન, યુનિટ ૬, ટ્રેડીંગ એસ્ટેટ, વેસ્ટ મોરલેન્ડ રોડ, કિંગ્સબરી NW9 9RL ખાતે વિવિધ સભાઅોનું આયોજન કરાયું છે. સંપર્ક: કમલેશ રામાણી 07966 574 762.

* શ્રી વૈષ્ણવ સંઘ અોફ યુકે દ્વારા શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના સાન્નિધ્યમાં શ્રી ગિરિરાજજી દુગ્ધાભિષેક અને કુનવારા મનોરથનું આયોજન તા. ૫-૭-૧૫ના રોજ બપોરે ૧૨થી ૬ દરમિયાન વ્રજધામ હવેલી, ૫૮ લાફબરો રોડ, લેસ્ટર LE4 5LD ખાતે કરવામાં આવ્યું છે. તે પછી મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: મનિષ પોપટીયા 07557 027 101.

* નહેરૂ સેન્ટરના કાર્યક્રમો (૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF) તા. ૬-૭-૧૫ના રોજ સાંજે ૬ કલાકે 'ધ બેનારસ બાજ સ્ટોરી અ જર્ની અોફ મ્યુઝીકલ ટ્રેડીશન્સ, ટુરીઝમ એક્ઝીબીશન ૨૦૧૫ - મ્યુઝીકલ પરફોર્મન્સ અને એક્ઝીબીશનનું આયોજન કરાયું છે. * તા. ૧૦-૭-૧૫ના શુક્રવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે કિરણમયી એન દ્વારા ભારત નાટ્યમ નૃત્ય પ્રતીકા રજૂ થશે. સંપર્ક: 020 7491 3567.

શુભ વિવાહ

* શ્રીમતી ઉષાબેન અને હરીશભાઇ જશભાઇ પટેલના સુપુત્રી ચિ. કાજલના શુભવિવાહ શ્રીમતી બીનાબેન અને કિશોરકુમાર મગનલાલ સામાણીના સુપુત્ર ચિ. કરણ સાથે તા. ૧૫-૮-૧૫ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.

* લેસ્ટર નિવાસી શ્રીમતી રત્ના અને શ્રી શરદકુમાર જેઠવાના સુપુત્ર ચિ. દીપના શુભલગ્ન શ્રીમતી દિપીકાબેન તેમજ શ્રી જયેન્દ્રભાઇ નડિઆદરાના સુપુત્રી ચિ. રોશની સાથે તા. ૧૯-૭-૧૫ના રોજ દારેસલામ ખાતે નિરધાર્યા છે.

૦૦૦૦૦૦૦

એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિય દાસજી સ્વામી યુકેની સત્સંગ યાત્રાએ

ગુરુકુળ પરિવાર યુકે અને એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિય દાસજી સ્વામી તા. ૧ થી ૨૯ જુલાઈ સુધી યુકેની સત્સંગ યાત્રાએ આવી રહ્યા છે. સ્વામીશ્રી યુકેના વિવિધ શહેરોમાં સત્સંગ, પ્રવચન અને પધરામણીનો લાભ આપશે.

પૂ. સ્વામીજીના નેતૃત્વ હેઠળ 'હિંદુ લાઇફ સ્ટાઇલ સેમીનાર ૨૦૧૫'નું સુંદર આયોજન તા. ૧૦થી ૧૨ જુલાઈ દરમિયાન શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનીટી સેન્ટર, નોર્થહોલ્ટ લંડન, UB5 6RE ખાતે કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક 020 88384900 અને www.ssgp.org

આપણી બહેન દિકરીઅોને બચાવીએ: બર્મિંગહામ ખાતે તા. ૧૧ના રોજ સેમીનાર

આપણી બહેન દિકરીઅોને સેક્સ ગ્રુમીંગ અને હેરાનગતીથી બચાવવાના અભિયાન અંતર્ગત તા. ૧૧-૭-૧૫ના રોજ સાંજે ૪-૩૦ કલાકે બર્મિંગહામ પ્રગતિ મંડળ, ૧૦ સેમ્પસન રોડ, સ્પાર્કબ્રુક B11 1JL ખાતે 'આપણા બાળકોને સેક્સ ગ્રુમીંગ અને હેરાનગતીથી બચાવવા માટેનાએક કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ પ્રસંગે શિખ અવેરનેસ સોસાયટીના ભાઇ શ્રી મોહન સિંહ આ વિષે સ્લાઇડ શોના નિદર્શન સાથે પ્રવચન આપશે.

હિન્દુ અવેરનેસ સોસાયટી યુકે અને હિન્દુ કાઉન્સિલ અોફ બર્મિંગહામના સહકારથી યોજાયેલા આ કાર્યક્રમમાં સેક્સ ગ્રુમીંગનો મુકાબલો તેમજ બચાવ કઇ રીતે કરવો, આપણા સમાજમાં બાળકોને રક્ષણ કઇ રીતે આપવું તેમજ ગ્રુમીંગ તેમજ હેરાનગતીના બનાવોના કેટલાક ઉદાહરણો વિષે સમજ આપવામાં આવશે.

બર્મિંગહામ વિસ્તારની કેટલીક બહેન દિકરીઅોને પણ સેક્સ ગ્રુમીંગનો સામનો કરવો પડ્યો હોવાના બનાવો બહાર આવ્યા છે. ત્યારે દરેક હિન્દુ બહેન દિકરી તેમજ તેના પરવિારજનોને આ અંગે સમજ મળે તે આશયે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વિપુલભાઇ મિસ્ત્રી 07968 776304.

૦૦૦૦૦

બોબ બ્લેકમેનની બિઝનેસ ક્લબનું આયોજન

હેરો ઇસ્ટના એમપી બોબ બ્લેકમેનની બિઝનેસ ક્લબનું આયોજન તા. ૧૫-૭-૧૫ના રોજ બુધવારે સવારે ૮થી ૯-૩૦ દરમિયાન બેસ્ટ વેસ્ટર્ન કમ્બરલેન્ડ હોટેલ, સેન્ટ જ્હોન્સ રોડ, હેરો HA1 2EF ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના તંત્રી તેમજ એબીપીએલ ગૃપના ચેરમેન શ્રી સીબી પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે.

નાના વેપાર ગૃહો તેમજ વેપારીઅોને નેટવર્કિંગ અને નાસ્તાનો લાભ મળશે. સંપર્ક: કાઉન્સિલર નીના પરમાર [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter