સંસ્થા સમાચાર

Tuesday 04th August 2015 13:52 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૯-૮-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ધન્નાબેન પગરાણી, દુબઇ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૧૦-૮-૧૫ના સોમવારના રોજ એકાદશી સત્સંગનું આયોજન બપોરે ૧થી ૫ દરમિયાન કરાયુ છે. આ પ્રસંગે પૂ. યોગેશબાવાશ્રી (મુંબઇ) પધરામણી કરી વચનામૃતનો લાભ આપશે. સંપર્ક: 020 8675 3831.

* શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ – યુકે દ્વારા સત્સંગ અભ્યુદય સત્રનું આયોજન તા. ૫-૮-૧૫થી તા. ૯-૮-૧૫ દરમિયાન કિંગ્સબરી હાઇસ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, લંડન NW9 9JR ખાતે કરવામાં આવ્યું છે. યુવાનો અને અને વડિલો માટે દરરોજ સાંજે ૫-૩૦થી ૮ દરમિયાન અને બાળકો માટે દરરોજ સાંજે ૩-૩૦થી ૫ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રવિવારે ખાસ સભા સવારે ૯થી ૧૨ અને સાંજે ૩-૩૦થી રાતના ૮ દરમિયાન યોજાશે. દરરોજ રાત્રે ૮-૧૫થી ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: નરેશભાઇ સાવલીયા 07979 577 261.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૮-૮-૧૫ના રોજ બપોરે ૧૨-૦૦થી હનુમાન ચાલીસા અને રવિવાર તા. ૯-૮-૧૫ના રોજ બપોરે ૩ થી આરતી, સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: 07882 253 540.

* ધ સીમએસ હિન્દુ નેટવર્ક દ્વારા ૧૪૮મા ભાગવદ ગીતા વાર્તાલાપનું આયોજન તા. ૧૧-૮-૧૫ રવિવારે સાંજે ૬થી ૯-૩૦ દરમિયાન સીએમએસ, કેનન પ્લેસ, ૭૮ કેનન સ્ટ્રીટ, લંડન EC4N 6AF ખાતે કરવામાં આવ્યું છે.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ યુકે દ્વારા સમર્પણ ગૌશાળાના લાભાર્થે પ.પૂ. સંજીવ ક્રિષ્ણા ઠાકુરજીના પ્રવચનનું આયોજન તા. ૮થી ૧૦ અોગસ્ટ સાંજે ૭થી ૯ દરમિયાન શ્રી ક્રિષ્ણા ટેમ્પલ, હાર્નલ લેન વેસ્ટ, કોવેન્ટ્રી CV14FB ખાતે કરવામાં આવ્યું છે. (સંપર્ક: 0116 216 1684) તા. ૧૧થી ૧૫ અોગસ્ટ રોજ સાંજે ૫થી ૬-૫૦ દરમિયાન શ્રી દુર્ગાભવન, ૩૬૦ સ્પોન લેન સાઉથ, સ્મેથવિક, વેસ્ટ મિડલેન્ડ B66 1AB ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0121 5581 222.

* હિન્દુ મંદિર, વેલિંગબરોના ૩૫મા સ્થાપના દિવસની ઉજવણી રવિવાર તા. ૯-૮-૧૫ના રોજ સવારે ૮-૩૦થી કરવામાં આવશે. આ પ્રસંગે ભગવાનના વિવિધ સ્વરૂપોની પૂજા, હવન, ધ્વજા આરોહણ અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 01933 222 250.

*સનાતન મંદિર – એપલ ટ્રી સેન્ટર, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AFખાતે તા. ૧૫-૮-૧૫ના રોજ બપોરે ૨ કલાકે સંસ્થાની એજીએમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01293 530 105.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter