* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૬ થી ૨૯ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન દરરોજ બપોરે ૫ કલાકે મંદિરમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરાયું છે. પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે સવારે ૧૦ કલાકે રૂદ્રાભિષેક કરવામાં આવશે. સંપર્ક: 01772 253 901.
* શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે શુક્રવાર તા. ૧૪-૮-૧૫ના રોજ દિવાસો, સદ્ગુરૂ પૂજન, અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજ સવારે ૧૧થી સાંજના ૬ સુધી મહાદેવજીની પૂજા કરવામાં આવશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.
* સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૧૫થી ૨૩ અોગસ્ટ દરમિયાન રોજ સવારે ૧૧થી ૨ દરમિયાન શીવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. શ્રી મહાવીર દાસ બાપુ કથાનો લાભ આપશે. તા. ૧૬-૮-૧૫ના રોજ સાંજે ૮થી ૧૦ દરમિયાન સ્વ. મનિષાબેન આર. પરમારની સ્મૃતિમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે અને સોમવારે રાત્રે ૮થી ૧૦ દરમિયાન ભજનનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.
* અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ UB9 4NA ખાતે શુક્રવાર તા. ૧૪ના રોજ સવારના ૧૦થી મહાત્મ્ય દર્શન સભા અને સાંજે ૭થી સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રેે ૯-૪૫ કલાકે આતશબાજીનો લાભ મળશે. તા. ૧૫ સવારે ૮-૩૦ કલાકે મહાયજ્ઞ તેમજ સાંજે ૫થી શોભાયાત્રા અને કિર્તન સંધ્યાનો લાભ મળશે. તા. ૧૬ રવિવારના રોજ સવારે ૭-૩૦થી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, સવારે ૧૦-૩૦થી પ.પૂ.સાહેબજીના અમૃત પર્વ પ્રસંગે સભા તેમજ બપોરે ૧૨-૩૦થી અન્નકૂટ દર્શન અને આરતીનો લાભ મળશે. તા. ૧૭ સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે પૂ. હિમ્મત સ્વામી ડાયમંડ જ્યુબીલી ઉત્સવ અને સમાપન સમારોહની ઉજવણી થશે. સંપર્ક: મંદિર 01895 832 709.
* લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા તા. ૨૨-૮-૧૫ના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ, પીવી રાયચૂરા સેન્ટર, ચર્ચ રોડ CR0 1SH ખાતે પૂ. શ્રી પ્રિતિરાજા બેટીજીના 'શ્રી કૃષ્ણ અને યમુનાજી ગંગાજી મહાત્મ્ય' વિષે પ્રવચનનું આયોજન કરાયું છે. સંપર્ક: દીનાબેન ગણાત્રા 07956 256 176.
* ભારત વેલ્ફેર ટ્રસ્ટ યુકે દ્વારા સમર્પણ ગૌશાળાના લાભાર્થે તા. ૧૬થી ૨૨ અોગસ્ટ દરમિયાન રોજ સાંજે લક્ષ્મીનારાયણ મંદિર, ૬૦ નેવીલ ક્લોઝ, હંસલો TW3 4JG ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. તા. ૧૯ અને ૨૧ના રોજ કથાનો સમય બપોરે ૩થી ૬નો રહેશે જ્યારે બાકીના દિવસે કથાનો સમય બપોરે ૪થી ૭ નો રહેશે. સંપર્ક: 0116 216 1684 / 07940 254 356.
* વલ્લભ યુથ અોર્ગેનાઇઝેશન યુકે દ્વારા શ્રી વ્રજકુમારજી મહોદયશ્રી યુકેની યાત્રાનું આયોજન કરાયું છે. * શુક્રવાર તા. ૧૪ના રોજ સાંજે ૪ કલાકે શ્રીજીધામ હવેલી, ૫૦૪ મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP ખાતે વચનામૃત, આરતી અને પ્રસાદનો લાભ મળશે. * તા. ૧૫-૮-૧૫ બપોરે ૩ કલાકે વ્રજધામ હવેલી, ૫૮ લાફબરો રોડ, લેસ્ટર LE4 5LD ખાતે વચનામૃત અને સત્સંગનો લાભ મળશે. * રવિવાર તા. ૧૬ અને તા. ૧૭ના રોજ ફીંચલી નોર્થ લંડન ખાતે, તા. ૧૮-૧૯ના રોજ માંચેસ્ટર ખાતે અને તા. ૨૦ના રોજ બર્મિંગહામ ખાતે વચનામૃત અને પધરામણીનો લાભ મળશે. * તા. ૨૧-૮-૧૫ના રોજ સાંજે ૭ કલાકે શ્રી સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે આરતી, વચનામૃત અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07429 490 199.
* શ્રી રાધાકૃષ્ણ મંદિર, ૪૭ ક્રોમફર્ડ સ્ટ્રીટ, લેસ્ટર LE2 0FW ખાતે તા. ૧૬થી ૨૨ અોગસ્ટ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. કથાનો લાભ રોજ બપોરે ૨થી ૬ અને તે પછી સાંજે ૬-૩૦ કલાકે મહાપ્રસાદનો લાભ મળશે. કથાનું રસપાન જાણીતા કથાકાર પૂ. દીપકભાઇ જોષી કરાવશે.
* શ્રી રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડનSW12 9AL ખાતે તા. ૧૯-૮-૧૫ના રોજ બપોરે ૧થી ૪ દરમિયાન પૂ. ગો. શ્રી કંુજેશકુમાર મહોદયશ્રી (કડી-અમદાવાદ) છાકલીલા મનોરથ અને વચનામૃતનો લાભ આપશે. તે પછી ૪ વાગે મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.
* શ્રી એડન દેપાળા મિત્ર મંડળ યુકે, ૬૭એ ચર્ચ લેન, ઇસ્ટ ફિંચલી, લંડન N2 8DR ખાતે તા. ૧૭, ૨૪, ૩૧ અોગસ્ટ અને તા. ૭-૯-૧૫ના રોજ શ્રાવણ માસના સોમવારેે રાત્રે ૮થી ૧૦ દરમિયાન ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: દાયારામ દેપાળા 020 8445 7892.
* એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા અંધજનોના લાભાર્થે શ્રીમદ ભાગવત કૃષ્ણ કથા મહોત્સવનું શાનદાર આયોજન તા. ૧૬-૮-૧૫થી તા. ૨૫-૮-૧૫ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬ ઇલિંગ રોડ, વેમ્બલી ખાતે દરરોજ સવારે ૧૦થી બપોરના ૨ દરમિયાન કરવામાં આવ્યું છે. તા. ૧૬-૧૭ જલારામ કથા અને તા. ૧૮થી ૨૪ ભાગવત સપ્તાહનો લાભ મળશે. આ વર્ષે ફાઉન્ડર અને પેટ્રન સ્વ. ઇન્દુબેન મહેતાની પૂણ્યસ્મૃતિ નિમિત્તે આ ઉત્સવનું આયોજન કરાયું છે અને મહોત્સવના પ્રયોજક શ્રી કેતન મહેતા અને પરિવાર છે. સંપર્ક: 020 8903 3019અથવા જુઅો જાહેરાત પાન ૨૩.
* ઇસ્કોન ક્રોયડન દ્વારા તા. ૧૬-૮-૧૫ના રોજ બપોરે ૧૨ થી ૨ દરમિયાન ક્રોયડન હાઇ સ્ટ્રીટ માર્ક્સ એન્ડ સ્પેન્સર CR0 1TY ખાતેથી ૫મી રથયાત્રાનો પ્રારંભ થશે અને રથયાત્રા બપોરે ૨ કલાકે પાર્ક હિલ રિક્રિએશનલ ગ્રાઉન્ડ, ક્રોયડન, CR0 1BN ખાતે જશે. જ્યાં ૫ વાગ્યા સુધી નૃત્ય, લાઇવ મ્યુઝીક, નાટક, ફેસ પેઇન્ટીંગ વગેરેનો લાભ મળશે.
* યુકેશ્રી પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા શનિવાર તા. ૧૫-૮-૧૫ના રોજ વર્જીનીયા વોટર ખાતે છાક મહોત્સવનું આયોજન કરાયું છે. કોચ નોર્થ હેરોથી સવારે ૯-૩૦ કલાકે ઉપડશે. દરેકને ઘરેથી નાસ્તો લાઇ આવવા વિનંતી. સંપર્ક: જ્યોત્સનાબેન સવજાણી 020 8863 2275 અને સાઉથ માટે રંજનબેન પટેલ 020 8681 2742.
* શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ યુકે દ્વારા તા. ૧૭થી ૨૩ અોગસ્ટ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મહોત્સવનું આયોજન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: હેમંત સોની 07798 657 216.
* પૂ. કુંજેશકુમારજી મહોદય (કડી - અમદાવાદ), ગો. સાનિધ્યકુમારજી, ગો. અનુગ્રહકુમારજી પરિવાર સાથે તા. ૨થી ૨૩ અોગસ્ટ દરમિયાન યુકેની મુલાકાતે પધાર્યા છે. તા. ૧૪-૧૫-૧૬ અોગસ્ટ દરમિયાન રોજ સાંજે ૫થી ૮ દરમિયાન ફીંચલી સત્સંગ મંડળ દ્વારા પૂ. ગોસ્વામી શ્રી કુંજેશકુમારજીના મુખે શ્રી કૃષ્ણલીલા ચરિત્રામૃતનો લાભ મળશે. આ પ્રસંગે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે અને પુષ્ટીમાર્ગની સંસ્કૃતિ વિષે ગો. સાનિધ્યકુમારજી ઇંગ્લીશમાં પ્રવચન કરશે. તા. ૧૭-૮-૧૫ના રોજ બપોરે ૧ થી ૪ દરમિયાન ક્રિષ્નાબેન સવજાણી દ્વારા ઠાકુરાની ત્રીજ મનોરથની ઉજવણી કરાશે. સંપર્ક: વિરલ ચોક્સી 07448 142 787.
* તારાપુર યુકે દ્વારા વર્જીનીયા વોટર, છ રસ્તા, વેલી ગાર્ડન કાર પાર્ક, સરે TW20 0HN ખાતે તા. ૨૩-૮-૧૫ના રોજ સમર પીકનીકનું આયોજન કરાયું છે. નાસ્તા પાણીની વ્યવસ્થા કરાઇ છે પણ સૌને નાસ્તા પાણી સાથે લાવી ઉજાણીમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. સંપર્ક: ભિરેનભાઇ 07771 808 099.
* યતિ ઇવેન્ટ્સ અને ગુજરાતી આર્ટ્સ એન્ડ ડ્રામા દ્વારા 'આ ફેમીલી કોમેડી છે' નાટકના શોનું આયોજન શનિવાર તા. ૨૨-૮-૧૫ના રોજ સાંજે ૭ કલાકે વીલોટ્ટ્સ થિએટર, ડાર્ક્સ લેન, પોટર્સબાર EN6 2HN ખાતે કરાયું છે. * તા. ૨૩-૮-૧૫ના રોજ પીપુલ એન્ટરપ્રાઇઝ, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે બપોરે ૨-૩૦ કલાકે અને સાંજે ૭-૩૦ કલાકે નાટકનો શો થશે. (સંપર્ક: વસંત ભક્તા 07860 280 655) * તા. ૨૫-૮-૧૫ સાંજે ૭-૩૦ કલાકે વિન્સ્ટન ચર્ચીલ થિએટર, પીન વે, રાયસ્લીપHA4 7QL ખાતે ડીનર સાથે શો થશે. * બુધવાર તા. ૨૬-૮-૧૫ ખાતે સાંજે ૭ કલાકે ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, લંડન W149HQ ખાતે શો થશે. (સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124.) શો સંપર્ક: નરેશ શાહ 020 8428 4832.
* સૌરાષ્ટ્રના હાસ્ય કલાકારોની ત્રિપુટી વિજય રાવલ, મનન રાવલ અને હિરેન ત્રિવેદીના શોનું આયોજન * તા. ૨૧-૮-૧૫ સાંજે ૫-૩૦ કલાકે ડીનર સાથે ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, લંડન W149HQ ખાતે (સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124) * નુતન જ્વેલર્સ દ્વારા તા. ૨૨-૮-૧૫ના રોજ સાંજે ૮ કલાકે ડાયનોગ્લી સીટી એકેડેમી થિએટર, શેરવુડ રાઇઝ, નોટિંગહામ NG7 7AR ખાતે (સંપર્ક: NACC 0115 876 5590), નવરંગ દ્વારા રવિવાર તા. ૨૩-૮-૧૫ના રોજ બપોરે ૨ કલાકે સડબરી પ્રાયમરી સ્કૂલ, વોટફર્ડ રોડ, વેમ્બલી HA0 3EY ખાતે (સંપર્ક: પીનલ શાહ 07878 249 449) અને ઇસ્ટ લંડન એન્ડ એસેક્સ બ્રહ્મસમાજ દ્વારા રવિવાર તા. ૨૩-૮-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે VHP હિન્દુ સેન્ટર, ૫૫ આલ્બર્ટ રોડ, ઇલફર્ડ IG1 1HU ખાતે કોમેડી ધમાકા શોનું આયોજન કરવામાં આવ્યું છે.
* ધર્મજ સોસાયટી અોફ લંડન દ્વારા તા. ૧૬-૮-૧૫ના રોજ બપોરે ૨થી કિંગ્સબરી હાઇસ્કૂલ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, પ્રિન્સેસ એવન્યુ, કિંગ્સબરી, NW9 9JR ખાતે સમર બાર્બેક્યુનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: કમલેશભાઇ એમ. 07980 929 633.
* લેમ્બેથ એશિયન સેન્ટર મેલા ૨૦૧૫નું આયોજન તા. ૧૫-૮-૧૫ના રોજ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન વુડલોન્સ, ૧૬ લેઇહામ કોર્ટરોડ, સ્ટ્રેધામ SW16 2PJ ખાતે કરાયું છે. ફૂડ સ્ટોલ્સ, બાઉન્સિ કાસલ, રેફલ ડ્રોનો લાભ મળશે. સંપર્ક: હસમુખ ગોહિલ 07831 230 112.
* સનસેટ પ્રોડક્શન અને ઇન્ડો યુકે દ્વારા પત્ની પરણાવો સાવધાન નાટકના શોનું આયોજન તા. ૨૨-૮-૧૫ના રોજ સાંજે ૭ કલાકે પીપુલ એન્ટરપ્રાઇઝ, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે (સંપર્ક: શૈલેષભાઇ 07478 243 473) અને તા. ૨૮-૮-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે વિન્સ્ટન ચર્ચીલ થિએટર, પીન વે, રાયસ્લીપHA4 7QL ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 07931708 026.
ડો. ચિનુ મોદી લંડનના પ્રવાસે
ગુજરાતી ભાષાના જાણીતા સર્જક ડો. ચિનુ મોદી બ્રિટનના ૧૭ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા. ૨૩ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી લંડનમાં રોકાશે. પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વધુ વિગત માટે સંપર્ક કરોઃ પંચમ્ શુક્લ – 020 3490 4612 અથવા ચિંતુ શાહ - 07789 864 541.
ભવન અાયોજિત "કોમેડી ધમાકા" પ્રોગ્રામ મોકુફ
ભારતીય વિદ્યાભવન અાયોજિત તા.૨૧ અોગષ્ટ, શુક્રવાર સાંજે ૭.૦૦ વાગ્દયે અાયોજિત "કોમેડી ધમાકા"નો શો અનિવાર્ય સંજોગોને કારણે બંધ રાખવામાં અાવ્યો છે. જેની નોંધ સૌ સહકાર અાપનાર પ્રેક્ષકોએ લેવા અાયોજકોની નમ્ર વિનંતી. વધુ વિગત માટે સંપર્ક ભાનુભાઇ પંડ્યા 07931 708 026.