* મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા 'અનુપમાદેવી' પણ રજુ કરાશે. તે પછી સ્વામીવાત્સલ્યનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ કપાશી 020 8204 2871.
*આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે રવિવાર તા. ૧૩-૯-૧૫ના રોજ બપોરે ૩ કલાકે ભજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: 07882 253 540.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૩-૯-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી મંદિર, સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, લંડન NW2 6QD ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર લછમનદાસન, માયાબેન પગરાણી તેમજ પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* સેન્ટ લ્યુક્સ હોસ્પીસના લાભાર્થે શનિવાર તા. ૧૨-૯-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન ઘનશ્યામ હોલ, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, વેસ્ટફિલ્ડ લેન, હેરો HA3 9EA ખાતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદ અને નાસ્તાનો લાભ મળશે. સંપર્ક: 020 8382 8063.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટનPR1 8JN ખાતે તા. ૧૩-૯-૧૫ના રોજ બપોરે ૧ વાગ્યાથી સંસ્થાની એજીએમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩-૯-૧૫ના રોજ ભજન ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સવારે ૯-૩૦ આરતી, ૧૧-૦૦ બાળકોના ભજન, ૧૨-૩૦ રાજભોગ આરતી, ૧-૦૦ ભોજન પ્રસાદી અને બપોરે ૨થી બહેનોના ભજન થશે. ગણેશ મહોત્સવ પ્રસંગે તા. ૧૭-૯-૧૫ મંગળવારના રોજ સાંજે ૭-૩૦ કલાકે ગણેશજીના નિજ મંદિર પર ધજા આરોહણ કરાશે અને ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાશે. ગણપતિ વિસર્જન તા. ૨૭-૯-૧૫ના રોજ લિવરપુલ ખાતે થશે. સંપર્ક: 01772 253 901.
* હિન્દુ કાઉન્સિલ અોફ નોર્થ યુકે દ્વારા તા. ૧૨-૯-૧૫ના રોજ શનિવારે સાંજે ૬-૩૦ કલાકે વિધમશો ફોરમ, માંચેસ્ટર M22 5RX ખાતે રાસગરબા હરિફાઇનું આયોજન કરાયું છે. સંપર્ક: 01772 253 901.
* ગુજ્જુભાઇ ગોટાળે ચઢ્યા નાટકના શોનું આયોજન શુક્રવાર તા. ૧૮-૯-૧૫ના રોજ સાંજે ૬થી ડીનર સાથે વિન્સ્ટન ચર્ચીલ થિએટર, પીન વે, રાયસ્લીપHA4 7QL ખાતે (સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 020 8427 3413) * રવિવાર તા. ૧૯-૯-૧૫ રાત્રે ૮ કલાકે અોએસીસ એકેડેમી, શર્લીપાર્ક, શર્લી રોડ, ક્રોયડન CR9 7AL ખાતે સાંજે ૬ થી ડીનર સાથે (સંપર્ક: કલ્પનાબેન વાલાણી 020 8683 3962) * બીઝી બી લેડીઝ ગૃપ દ્વારા રવિવાર તા. ૨૦-૯-૧૫ના રોજ બપોરે ૧૨-૩૦થી ડીનર સાથે વિન્સ્ટન ચર્ચીલ થિએટર, પીન વે, રાયસ્લીપHA4 7QL ખાતે (જ્યોતિ પટેલ 07817 691 050) અને સાંજે ૭ કલાકે તેજ સ્થળે (સંપર્ક: દીપા 07947 561 947) નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે જુઅો જાહેરાત ૨.
* શ્રી સોરઠિયા વણિક એસોસિએશન યુકે દ્વારા સામુદ્રી માતાના પાટોત્સવનું આયોજન રવિવાર તા. ૨૦-૯-૧૫ના રોજ બપોરના ૧૨થી ૭-૩૦ દરમિયાન કેનન્સ સ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: સુધાબેન માંડવીયા 020 8931 3748.
* સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ઇફીલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. ૧૭-૯-૧૫ મંગળવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. સંપર્ક: 01293 519 130.
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે શ્રાવણ માસ દરમિયાન શનિવાર તા. ૧૨ના રોજ રાત્રે ૮થી ૧૦ દરમિયાન ભજનનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.
* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૨૦-૯-૧૫ના રોજ સાંજે ૫-૩૦ કલાકે ડીનર સાથે વિખ્યાત ગાયક કલાકાર માયા દીપકના કાર્યક્રમ 'એક શામ લતાજી કે નામ'ના શોનું આયોજન કરાયું છે. તા. ૨૩-૯-૧૫ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે નાટક 'ગુજ્જુભાઇ ગોટાળે ચઢ્યા'ના શોનું આયોજન કરાયું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6125 / 07941 975 311.
* વિખ્યાત ગાયક કલાકારો પૂજા આંગરા અને કરણ રાણાના ગીત સંગીત કાર્યક્રમ 'ગાતા રહે મેરા દિલ'નું આયોજન શનિવાર તા. ૧૯-૯-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે હેરો આર્ટ્સ સેન્ટર, ૧૭૧ અક્ષબ્રિજ રોડ, હેચએન્ડ HA5 4EA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8416 8989.
*છ ગામ નાગરીક મંડળ યુકે દ્વારા લગ્નોત્સુક યુવક યુવતીઅોના લગ્ન પરિચય મેળાનું આયોજન તા. ૧૩-૯-૧૫ના રવિવારના રોજ બપોરે ૧થી ૪ દરમિયાન રો સ્પાઇસ, ૧૧૭-૧૨૫ વેસ્ટ હેન્ડન બ્રોડવે, લંડન NW9 7BP ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: જયરાજભાઇ ભાદરણવાળા 020 8902 8945.
* મોહમ્મદ રફી અને મુકેશજીના સદાબહાર ગીતોથી ભરપુર કાર્યક્રમનું આયોજન તા. ૧૯-૯-૧૫ના શનિવારે સાંજે ૭ કલાકે ક્યુબ થિએટર, બુશી એકેડેમી, લંડન રોડ, બુશી WD28 3AA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 07956 110 640.
* અોમશક્તિ ડે સેન્ટર દ્વારા આઠમા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઘરમાં એકલતાથી મુંઝાતા દરેક વડિલોને ડીપ્રેશન અને નાનીમોટી બીમારીથી બચવા માટે સંસ્થામાં જોડાવા અપીલ કરાઇ છે. સંસ્થા દ્વારા દર બુધવારે સવારે ૯-૩૦થી ૩-૦૦ દરમિયાન હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે નાસ્તો, ભોજન અને ચા-કોફી સાથે વિવિધ મનોરંજક કાર્યક્રમો, પ્રવૃત્તિઅો કરાવવામાં આવે છે. આજે જ સભ્ય બનો. સંપર્ક: રંજનબેન માણેક 07930 335 978.
* વેમ્બલી હાઇ ટેક્નોલોજીકલ કોલેજ, ઇસ્ટ લેન, વેમ્બલી HA0 3NT દ્વારા તા. ૧૫-૯-૧૫ના રોજ સાંજે ૫-૩૦થી ૮-૩૦ દરમિયાન અોપન ઇવનીંગનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8385 4800.
* હેલ્પ ધ હીરોઝના લાભાર્થે તા. ૧૭-૯-૧૫ના રોજ ધ કીઆ અોવલ, લંડન ખાતે હેલ્પ ફોર હીરોઝ ઇલેવન અને રેસ્ટ અોફ ધ વર્લ્ડ ઇલેવન વચ્ચે ટી ટ્વેન્ટી મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
અવસાન નોંધ
વસો - અલિંદ્રાના વતની અને હાલ કોવેન્ટ્રી ખાતે રહેતા જયંતિલાલ મગનભાઇ પટેલ ગત શનિવાર તા. ૫-૯-૧૫ના રોજ દેવલોક પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. સંપર્ક: હિતેશભાઇ અને જયશ્રી પટેલ 01923 679 779.