* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટનPR1 8JN ખાતે તા. ૨૧-૯-૧૫ના રોજ રાધાષ્ટમી જન્મોત્સવની ઉજવણી સાંજની આરતી બાદ સાંજે ૭-૩૦ કલાકે ધામધૂમપૂર્વક કરવામાં આવશે. સંપર્ક: 01772 253 901.
* રાધા ક્રિષ્ણા શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, SW12 9AL ખાતે શ્રી કૃષ્ણલીલા પ્રવચન અને ભજનનું આયોજન બપોરે ૧થી ૪ દરમિયાન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી પૂ. શ્રી ચૈતન્ય શંભુજી મહારાજ પ્રવચનનો લાભ આપશે. સંપર્ક: 020 8675 3831.
* રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન, ઇલફર્ડ મેથોડીસ્ટ ચર્ચ, ઇલફર્ડ લેન, ઇલફર્ડ IG1 2JZ ખાતે તા. ૧૮-૯-૧૫ શુકરવારના રોજ ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવશે. સંસ્થા દ્વારા ઇટલી પ્રવાસમાં જોડાયેલા સૌનો આભાર વ્યકત કરાયો છે. સંપર્ક: 020 8270 2303.
* ભાદરણ બંધુ સમાજની ૩૩મી એજીએમ અને સ્નેહ મિલનનું આયોજન તા. ૨૦-૯-૧૫ના રોજ નવા સ્થળે અોકિંગ્ટન મેનોર સ્કૂલ, અોકિંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી HA9 6NF ખાતે બપોરે ૨થી રાતના મોડે સુધી કરવામાં આવ્યું છે. જેમાં સ્નેહમિલન, મીટીંગ, એજ્યુકેશન એવોર્ડ, ગીત સંગીત, રેફલ અને ડીનરનો લાભ મળશે. સંપર્ક: જયરાજભાઇ ભાદરણવાળા 020 8902 8945.
* ધ વાંઝા સમાજ યુકે દ્વારા તા. ૧૯-૯-૧૫ના રોજ ગુરૂ ગોપાલાલ ભજનનું આયોજન કરાયું છે. સંપર્ક: મિતુલ 07846 297 045.
* વલ્લભનિધી અને સનાતન મંદિર વેમ્બલીના લાભાર્થે અોપી નૈયર અને આરડી બર્મનના ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન તા. ૨૦-૯-૧૫ના રોજ સાંજે ૫-૩૦થી ધ બેક થિએટર, ગ્રેન્જ રોડ, હૈઝ UB3 2UE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કૌશીક પુંજાણી 07944 986 893.
* લોહાણા અને અોલ હિન્દુ ગુજરાતી યુથ સંમેલનનું આયોજન તા. ૪-૧૦-૧૫ના રોજ બપોરે ૩-૩૦થી ૯-૩૦ દરમિયાન હેરો હાઇસ્કૂલ અને સ્પોર્ટ્સ કોલેજ, ગેયટન રોડ, હેરો HA1 2JG ખાતે ડીનર અને ગીત સંગિત સાથે કરવામાં આવ્યું છે. સંપર્ક: જેઠાલાલ હિંડોચા 020 8907 2238.
* કેન્સર રીસર્ચ યુકેના લાભાર્થે લાયન્સ ક્લબ દ્વારા પ્રનાસાના સહકારથી તા. ૧૯-૯-૧૫ના રોજ શનિવારે સાંજના ૭થી ડીનર સાથે મહેફીલ ઇવનીંગનું અયોજન મેસફીલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: દિનેશ સોનછત્રા 020 8424 8686.
* રીલે ફોર લાઇટ ટીમ પ્રનાશા દ્વારા લાયન્સ ક્લબ કિંગ્સબરી, કેન્ટન, સ્વીસ કોટેજ, ગોલ્ડર્સ ગ્રીન લાયોનેસના સહકારથી તા. ૧૯-૯-૧૫ના રોજ શનિવારે સવારે ૧૦-૩૦થી ૨-૩૦ દરમિયાન લંચ સાથે ૫૧ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન મેસફીલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: દિનેશ સોનછત્રા 020 8424 8686.
* 'ગુજ્જુભાઇ ગોટાળે ચઢ્યા' નાટકના શોનું આયોજન બુધવાર તા. ૨૩-૯-૧૫ના રોજ સાંજે ૭થી ડીનર સાથે ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે (સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124 અને ભાનુભાઇ પંડ્યા 07931 708 026.) * તા. ૨૫-૯-૧૫ શુક્રવારના રોજ રાત્રે ૮ કલાકે પીપલ એન્ટરપ્રાઇઝ, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે (સંપર્ક: વસંત ભક્ત 07860 280 655) * લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા શનિવાર તા. ૨૬-૯-૧૫ના રોજ સાંજે ૬થી ડીનર સાથે વિન્સ્ટન ચર્ચીલ થિએટર, પીન વે, રાયસ્લીપHA4 7QL ખાતે (સંપર્ક: દિનેશ સોનછત્રા 020 8424 8686) અને કેરેજ્યુકેશન ટ્રસ્ટ ફંડના લાભાર્થે રવિવાર તા. ૨૭-૯-૧૫ના રોજ સાંજે ૭થી વ્યોલોટ્ટસ સેન્ટર, ડાર્કેસ લેન, પોટર્સબાર EN6 2HN (સંપર્ક: નીતિન શાહ 020 8361 2475) ખાત કરવામાં આવ્યુંછે. જુઅો જાહેરાત પાન ૨.
* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૨૦-૯-૧૫ના રોજ સાંજે ૫-૩૦ કલાકે ડીનર સાથે વિખ્યાત ગાયક કલાકાર માયા દીપકના કાર્યક્રમ 'એક શામ લતાજી કે નામ'ના શોનું આયોજન કરાયું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6125 / 07941 975 311.
* ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ, ધ નહેરૂ સેન્ટર, અને ભારતીય હાઇ કમિશન દ્વારા ધ નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે તા. ૨૪-૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ દરમિયાન ધ ભાગવદ ગીતા ઇટ્સ કોન્ટેમ્પરરી રેલેવેન્સ વિષે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.