* નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી પધારેલા રાજેશ મજીઠીયા અને મ્યુઝિક ગૃપની સંગીત સંધ્યા અને ડાયરો, લગ્નગીત વગેરે કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૯-૧૫ શનિવારેના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: ઉમીબેન 07760 388 911.
*'ગુજ્જુભાઇ ગોટાળે ચઢ્યા' નાટકના શોનું આયોજન ઇસ્ટ લંડન અને એસેક્સ બ્રહ્મ સમાજ દ્વારા રવિવાર તા. ૨૭-૯-૧૫ના રોજ બપોરે ૨ કલાકે ઉર્સુલાઇન એકેડેમી, મોરલેન્ડ રોડ, ઇલફર્ડ IG1 4JU ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: સુભાષભાઇ ઠાકર 07977 939 457 જુઅો જાહેરાત પાન ૨.
* જાસ્પર સેન્ટર ખાતે દર રવિવારે સવારે ૯થી ૧૦-૩૦ ટર્મ ટાઇમ દરમિયાન ૫ વર્ષથી વધુ વયના બાળકો માટે ગુજરાતી શાળાના વર્ગોનું આયોજન કરાયું છે. જેમાં બાળકોને ગુજરાતી લખવા, વાંચવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. સંપર્ક: 020 8861 1207.
* બર્મિંગહામના કિશોરભાઇ વાઢીયા દ્વારા સંપાદિત ભજન આલ્બમ 'અંતિમ યાત્રાનું પરમ ધામ' સીડીનું વિમોચન તા. ૪-૧૦-૧૫ રવિવારના રોજ સવારે ૧૧થી શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, ૫૪૧એ વોરીક રોડ, બર્મિંગહામ B11 2JP ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કિશોર વાઢીયા 0794 137 3822.
* કરમસદ સમાજની એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન તા. ૪-૧૦-૧૫ના રોજ બપોરે ૩થી નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ TW13 7NA ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સ્નેહમિલન, એજીએમ, મનોરંજન અને બફે ડીનરનો લાભ મળશે. સંપર્ક: મહેન્દ્રભાઇ પટેલ 020 8777 4881.
* સંગમ સેન્ટર, બર્ન્ટ અોક બ્રોડવે, લંડન ખાતે ભારતીય વિદ્યાભવનના સહકારથી ભારતીય કલા અને સંસ્કૃતિના વર્ગોનું આયોજન તા. ૧૪-૧૦-૧૫થી કરવામાં આવ્યું છે. ક્થક, ભારત નાટ્યમ, બોલીવુડ, ભાંગરા અને હિન્દી ભાષાના વર્ગો તા. ૧૯-૯-૧૫થી ચાલુ થઇ ગયા છે. સંપર્ક: 020 8952 7062.
* સત કેવલ સર્કલ દ્વારા તા. ૨૭-૯-૧૫ના રોજ રવિવારે બપોરે ૧થી સાંજના ૬ દરમિયાન પૂ. અવિચલદાસજી મહારાજના ૬૫મા પ્રાદુર્ભાવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્વાગત, ભજન, પૂ. ગુરૂજીના પ્રવચન, આરતી મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: યશવંતભાઇ 07973 408 069.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૭-૯-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર સુભાષભાઇ ચુડાસમા અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* સંગમ એસોસિએશન અોફ એશિયન વીમેન્સ ૨૧૦ બર્ન્ટ અોક બ્રોડવે, એજવેર HA8 0AP ખાતે ડાયાબિટીશ યુકેના ક્રિષ્ણા સાર્દ ડાયાબિટીશ ટુ અને રીસ્ક એસેસમેન્ટ વિષે તા. ૨૯-૯-૧૫ મંગળવારના રોજ બપોરે ૧૨-૪૫થી ૨-૩૦ દરમિયાન પ્રવચન આપશે. સંપર્ક: જ્યોતિબેન શાહ 01923 827 901.
* ઇસ્ટ લંડન ભક્ત સમાજ દ્વારા શ્રી સંત બાપુના સાન્નિધ્યમાં શ્રી રામદેવ જયંતિ ૨૦૧૫ મહોત્સવનું આયોજન તા. ૨૭-૯-૧૫ રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી વિશ્વ હિન્દુ પરિષદ મંદિર, ૪૩ ક્લીવલેન્ડ રોડ, ઇલફર્ડ IG1 1EE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8597 1631 / 3948.
* નાર નગર યુનિયન યુકેની એજીએમ અને સ્નેહમિલનનું શાનદાર આયોજન તા. ૪-૧૦-૧૫ રવિવારના રોજ સાંજે ૫ કલાકે બોમ્બે ગાર્ડન્સ (બ્રોડફિલ્ડ કંટ્રી ક્લબ) હેડસ્ટોન લેન, પીનર HA2 6LY ખાતે કરવામાં આવ્યું છે. આપે જો તાજેતરમાં ઘર બદલ્યું હોય તો આપનું નવું સરનામુ નોંધાવવા વિનંતી. સંપર્ક: જયેશભાઇ પટેલ 020 8358 6876 અને મંજુલાબેન સી. પટેલ 020 8582 0854.
* પોસુન – પાંચ ગામની એજીએમનું આયોજન તા. ૧૧-૧૦-૧૫ રવિવારના રોજ સાંજે ૫ કલાકે બોમ્બે ગાર્ડન્સ (બ્રોડફિલ્ડ કંટ્રી ક્લબ) હેડસ્ટોન લેન, પીનર HA2 6LY ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: મંજુલાબેન સી. પટેલ 020 8582 0854.
* યુકેના ભારતીયોના ગૃપ દ્વારા વાપરી શકાય તેવા સ્ટેનલેસ સ્ટીલના વાસણોનું દાન કર્ણાટકના ગરીબ ભાઇ બહેનોને કરવામાં આવનાર છે. આપના જુના વાસણો તેમજ શીપમેન્ટના £૨૦ મોકલવા વિનંતી કરાઇ છે. સંપર્ક: સુબોધ ઠાકર 020 8570 4291.
અવસાન નોંધ
* ક્રોયડનના શ્રીમતી મિનાક્ષીબેન નીતિનભાઇ વ્યાસનું ગત મંગળવાર તા. ૧૫-૯-૧૫ના રોજ દુ:ખદ નિધન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેજ પ્રાર્થના. સંપર્ક: નીતિનભાઇ વ્યાસ 020 3654 6592.