સંસ્થા સમાચાર

Wednesday 21st October 2015 09:07 EDT
 
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૫-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ફતુભાઇ અને નેમાબેન મુલચંદાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.* શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ, ૮૫ નારબરો રોડ, લેસ્ટર, LE3 0LF ખાતે દિવાળી-નૂતન વર્ષ અને શ્રી જલારામ જયંતિ ઉત્સવ પ્રસંગે તા. ૧૧ નવેમ્બર ૨૦૧૫ બુધવારે સાંજે ૭.૩૦ લક્ષ્મીપૂજન-ચોપડાપૂજન, તા.૧૨ નવેમ્બર ગુરૂવારે બપોરે ૧૨.૩૦થી અન્નકૂટ, અારતી અને ત્યારબાદ પ્રસાદ, તા. ૧૮ નવેમ્બર બુધવારે શ્રી જલારામ જયંતિ મહોત્સવની ઉજવણી સવારે ૧૦થી સાંજના ૫ (પ્રસાદ બપોરે ૧૨ પછી)નો લાભ મળશે. સંપર્ક મંદિર: 0116 254 0117.* ગેલેક્ષી શોઝ લંડન અને પંકજ સોઢા દ્વારા તા. ૩૧-૧૦-૧૫ અને તા. ૧-૧૧-૧૫ના રોજ હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે દીવાળી શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિખ્યાત કલાકારો નક્ષ, પૂજા અને મિહિકાને મળવાનો લાભ મળશે. વિવિધ સ્ટોલ્સ, ખાણીપીણી અને ખરીદીનો લાભ મળશે. સંપર્ક: 07947 561 947.* ગાયત્રી પરિવાર યુકે તરફથી તા. ૨૫-૧૦-૧૫ના રોજ બપોરે ૧ વાગ્યાથી ૫ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન માંધાતા યુથ અને કોમ્યુનિટી સેન્ટર, ૨૦એ રોઝમીડ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8907 3028.* શ્રી સંતરામ ભક્ત સમાજ યુકે દ્વારા પૂ. શ્રી નારાયણ દાસ મહારાજશ્રીની ૧૧મી પૂણ્યતિથિ અને શરદપૂર્ણિમા પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન તા. ૧-૧૧-૧૫ રવિવારના રોજ બપોરના ૧થી ૬ દરમિયાન ધ આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મિચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે કરવામાં આવ્યું છે. આરતી, દર્શન પછી પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8907 1040.* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટન રોડ, લંડન ખાતે તા. ૩૧-૧૦-૧૫ અને તા. ૧-૧૧-૧૫ના રોજ ડિવાઇન ડાન્સીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: જયશ્રી રાજકોટીયા 07939 268 256.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter