સંસ્થા સમાચાર

Tuesday 27th October 2015 14:21 EDT
 

* હિન્દુ સ્વયંસેવક સંઘ, વુલિચ શાખા દ્વારા વિજયા દશમી ઉત્સવ અને હિન્દુ સેવીકા સમિતી યુકેના ૪પ૦ વર્ષ અને હિન્દુ સ્વયંસેવક સંઘના ૫૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમનું શાનદાર આયોજન રવિવાર તા. ૧-૧૧-૧૫ના રોજ બપોરે ૪-૩૦થી ૮ દરમિયાન ડીનર સાથે કોરેલી કોલેજ, કિડબ્રુક, કોરેલી રોડ, લંડન SE3 8EL ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: બિનલ રાબડીયા 07849 978 940.

* બ્રાહ્મિન સોસાયટી નોર્થ લંડન દ્વારા તા. ૩૧-૧૦-૧૫ના રોજ સવારે ૯થી સાંજના ૫ દરમિયાન નવચંડી હવનનું આયોજન SKLPC કોમ્યુનિટી સેન્ટર, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ

UB5 6RE ખાતે કરવામાં આવ્યું છે. હવન પછી મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વંદનાબેન 07944 913 208.

* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, નવયુગ સેન્ટર ૧૧ શેવશીલ એવન્યુ, કોલિન્ડેલ NW9 6SE ખાતે તા. ૧-૧૧-૧૫ના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન શ્રીમતી આશાબેન અને શ્રી બિપીનભાઇના પરિવાર તરફથી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: બિપીનભાઇ 020 8908 9024.

* શ્રી ચંદના વિદ્યાપિઠ જૈન સ્કૂલ દ્વારા મહાવીર ભગવાનના અંતિમ સમોશરણ કાર્યક્રમ અને દીપાવલિ પર્વની ઉજવણીનું આયોજન તા. ૬-૧૧-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન ટેયલર્સ હોલ, કિંગ્સબરી હાઇસ્કૂલ, (પ્રવેશ બેકન લેનથી), કિંગ્સબરી NW9 9AT ખાતે કરવામાં આવ્યુંછે. સંપર્ક: 07780 690 432.

* રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા તા. ૫-૧૧-૧૫ના રોજ બપોરે ૧થી ૬ દરમિયાન વાર્ષિક સ્નેહમિલન અને દીપાવલિ ઉત્સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન પ્રબા બેન્કવેટીંગ સ્યુટ, ૩૦૦-૩૧૦ હાઇ રોડ, ઇલફર્ડ, એસેક્સ, IG1 1QW ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8270 2303.

* ગુજરાતી કોમ્યુનિટી સેન્ટર દ્વારા જાનકી આશ્રમના લાભાર્થે દિવાળી મંગલ કાર્યક્રમનું આયોજન તા. ૩૧-૧૦-૧૫ના રોજ બપોરે ૪થી સાંજના ૫ દરમિયાન લેઉઆ પાટીદાર સમાજ, લેગ્રામ્સ લેન, બ્રેડફર્ડ BD7 2BA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 01274 503371.

* અોમશક્તિ ડે સેન્ટર દ્વારા તા. ૪-૧૧-૧૫ના રોજ સવારે ૯-૩૦થી બપોરના ૩ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે ગ્રાન્ડ દિવાળી પાર્ટીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્નેહમિલન, યોગા, હળવો નાસ્તો - લંચ, ગીત સંગીત કાર્યક્રમ અને નૃત્યોનો લાભ મળશે. સંપર્ક: રંજનબેન માણેક MBE 07930 335 978.

* શ્રી સિધ્ધાશ્રમ યુથ ગૃપ દ્વારા તા. ૭ અને ૮ નવેમ્બર ૨૦૧૫ રોજ સવારે ૧૧થી સાંજના ૭ દરમિયાન દિવાળી ઉત્સવનું આયોજન બાયરન હોલો, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલીવુડ, ભાંગરા, નેપાલી અને અન્ય નૃત્યો, રાસ ગરબા, હીના - ફેસ પેઇન્ટીંગ અને વિવિધ સ્ટોલ્સ પરથી ખરીદીનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.

* નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૩૧-૧૦-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૭-૩૦ ડીનર સાથે 'સુનેહરી યાદે' કાર્યક્રમનું આયોજન હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, E15 1DT ખાતે કરવામાં આવ્યું છે. પ્લેબેક સિંગર રાજેન્દ્ર પાલા, માધવી ઠક્કર, સુનિલ ધૂમલ, મિલીન્દ જાધવ, રાજેશ સેવક અને રાજેન્દ્ર ગાયકવાડ ગીત સંગીત રજૂ કરશે. સંપર્ક: 020 8555 0318.

* જયલાલ એકેડેમી અોફ મ્યુઝિક દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યના કાર્યક્રમ 'લાઇફ'નું આયોજન તા. ૫-૧૧-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે સેન્ટ જોહ્ન સ્મિથ સ્કવેર, સ્મિથ સ્ક્વેર, લંડન SW1P 3HA ખાતે કરવામાં આવ્યું છે. ભવન્સ યુકેના ગુરૂ શ્રીમતી ચંદ્રિમા મિશ્રા અને પંડિત રાજકુમાર મિશ્રાએ કાર્યક્રમનું દિગ્દર્શન કર્યું છે. સંપર્ક: 020 7222 1061.

* ચક – ૮૯ દ્વારા દીવાલી ઉત્સવની ઉજવણી પ્રસંગે તા. ૭ અને ૧૫ નવેમ્બર ૨૦૧૫ના રોજ સાંજના ૬થી રાતના ૧૨ દરમિયાન ૧૦૫ બોન્ડ રોડ, મિચમ, સરે CR4 3HG ખાતે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે થ્રી કોર્સ ડીનર અને ડીજે, કરાઅોકે અને મનોરંજનનો લાભ મળશે. સંપર્ક: 020 8646 2177.

૦૦૦૦૦૦

મોદી એક્સપ્રેસ બસમાં ટિકીટ બુક કરાવો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શુક્રવાર તા. ૧૩મી નવેમ્બર ૨૦૧૫ના રોજ લંડનના વેમ્બલી સ્ટેડીયમ ખાતે વિશાળ જનસમુદાયને સંબોધન કરનાર છે ત્યારે તેમાં જોડાવા માટે ગોલ્ડન ટુર્સ દ્વારા યુકેના વિવિધ શહેરોથી 'મોદી એક્સપ્રેસ બસ'માં લોકોને વેમ્બલી સ્ટેડીયમ, લંડન ખાતે લાવવામાં આવશે અને કાર્યક્રમ પૂરો થયા બાદ કોચ દરેક શહેરમાં પરત થશે.

યુકેના બ્રિસ્ટલ, કાર્ડિફ, બર્મિંગહામ, માંચેસ્ટર, બ્રેડફર્ડ, ન્યુ કાસલ, લીડ્સ, લેસ્ટર, કોવેન્ટ્રી, મીલ્ટન કીન્સ અને કિંગ્સ્ટનથી 'મોદી એક્સપ્રેસ કોચ' સવારે ઉપડશે. ખૂબ જ કિફાયત ભાવે રીટર્ન ટીકીટ માટે આજે જ સંપર્ક કરરો. પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે મળશે. બુકિંગ કરાવતી વેળા 'ગુજરાત સમાચાર'નો જરૂરથી ઉલ્લેખ કરજો. સંપર્ક: 020 7630 2028.

* અવસાન નોંધ

મૂળ મ્વાંઝા - ટાન્ઝાનીયાના વતની અને હાલ ઇલફર્ડ કાઉન્ટી સ્કૂલમાં આઇટી વિભાગના હેડ ટીચર તરીકે સેવા આપતા ભરતકુમાર મગનલાલ જોગીઆનું ગત તા. ૧૭-૧૦-૨૦૧૫ના રોજ દુ:ખદ નિધન થયું છે. સદ્ગત સ્થાનિક હોલમાં ગરબા માટે ગયા હતા ત્યારે અચાનક જ ઢળી પડ્યા હતા. સદ્ગતની સ્મશાન યાત્રામાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઅો અને સગા સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સંપર્ક: જયંતિભાઇ જોગીઆ 07941 376 985.

સરદાર વલ્લભભાઇ પટેલ જન્મ જયંતિના કાર્યક્રમો

* નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ NAPS દ્વારા ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવાના શાનદાર કાર્યક્રમનું આયોજન તા. ૩૧-૧૦-૧૫ના રોજ સાંજે ૬ કલાકે NAPS હોલ, ૨૬બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: પ્રવીણભાઇ અમીન 020 8337 2873

* સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ જન્મની જયંતિ પ્રસંગે શનિવાર તા. ૩૧-૧૦-૧૫ના રોજ બપોરે ૪થી સાંજના ૬ દરમિયાન ભજન સત્સંગનું આયોજન શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: પીજી પટેલ 07960 376 229.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter