સંસ્થા સમાચાર

Tuesday 03rd November 2015 14:14 EST
 

* શ્રી જલારામ માતૃસેવા મંડળ, ઇલ્ફર્ડના ઉપક્રમે તા. ૧૯ નવેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૭.૩૦ થી ૧૦ સુધી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી વી.એચ.પી.મંદિર, ક્લીવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ ખાતે ઉજવવામાં અાવશે. સંપર્ક : વાલજીભાઇ દાવડા 07958 461 667 or 020 8881 3108.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૫-૧૧-૧૫ રવિવારના રોજ શ્રી જલારામ જયંતિ ઉત્સવનું શાનદાર આયોજન સવારે ૯-૩૦થી બપોરના ૩-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગણેશ પૂજન, જલારામ બાપાનું સમૂહ પૂજન, ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ કાઉલી, UB8 2DZ ખાતે તા. ૭ના રોજ બપોરે ૧૨ કલાકે હનુમાન ચાલિસા અને આરતી થશે તેમજ તા. ૮ના રોજ બપોરે ૩ કલાકે ભજન થશે. સંપર્ક: 07882253540.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૮-૧૧-૧૫ રવિવારે સવારે ૧૦થી ૩ દરમિયાન વિશ્વ હિન્દુ કેન્દ્ર મંદિર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર વિશ્વ હિન્દુ કેન્દ્ર મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* કલાની સેવા દ્વારા યોજાયેલા નવરાત્રિ ઉત્સવ દરમિયાન યોજાયેલા ગ્રાન્ડ રેફલ ડ્રોનું પરિણામ આ મુજબ છે. પ્રથમ ઈનામ- ટિકિટ નંબરઃ ૧૨૫૩- રાધિકા ત્રિવેદી, દ્વિતીય ઈનામ - ટિકિટ નંબરઃ ૦૨૬૫ - કાન્તિભાઈ અમલાણી, તૃતીય ઈનામ - ટિકિટ નંબરઃ ૧૯૧૦ - શિલેન ઠક્કર.

* શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે રવિવાર તા. ૮-૧૧-૧૫ના રોજ સાંજે ૬ કલાકે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની યુકેની મુલાકાત અને ટીવી લાઇવ ઇન્ટરવ્યુ, તેમજ હાઇ ચાય સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તે પછી મોદી એક્સપ્રેસ બસની રાઇડનો લાહ્વો મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 223.

* માયાપુર મંદિરના નિર્માણ માટે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે રવિવાર તા. ૨૨-૧૧-૧૫ના રોજ બપોરે ૨-૩૦ કલાકે ફંડ રેઇઝીંગ ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07787 146 991.

* સ્ટાર પ્લસ ચેનલ (સ્કાય ૭૮૪, વર્જીન ૮૦૩, ટોકટોક ૫૫૦, સીનેફન ટીવી અને લેબારા પ્લે પર અમિતાભ બચ્ચનને ચમકાવતી ટીવી શ્રેણી 'આજ કી રાત હૈ જીંદગી'નું રવિવાર રાત્રે ૮ કલાકે પ્રસારણ થશે.

શુભ વિવાહ

* શ્રીમતી સુષ્માબેન અને શ્રી પરેશભાઇ પ્રાણલાલ ઠાકરના સુપુત્ર ચિ. આદિત્યના શુભલગ્ન શ્રીમતી હર્ષાબેન અને શ્રી મધુકર બલસારાના સુપુત્રી ચિ. રીતિ બલસારા સાથે નિરધાર્યા છે. નવદંપત્તીને ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.

અવસાન નોંધ

* મૂળ એડન - કમ્પાલાના વતની અને નોર્થવુડ સ્થિત શ્રી કમલેશભાઇ ધોળકિયાના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રિકાબેન ધોળકિયાનું તા. ૨૮-૧૦-૧૫ના રોજ ૮૧ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. સંપર્ક: 01923 826 960.

* મૂળ આણંદના હાલ કોલિન્ડેલ સ્થિત શ્રીમતી ઉર્મિલાબેન અને શ્રી સુરેન્દ્રભાઇ છોટાભાઇ પટેલના સુપુત્ર શ્રી જીજ્ઞેશભાઇ તા. ૨૯-૧૦-૨૦૧૫ ગુરૂવારે દેવલોક પામ્યા છે. અંતિમ ક્રિયા તા. ૫-૧૧-૧૫ ગુરૂવારે ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરિયમ, હુપ લેન, લંડન NW9 6NYમાં ૧૧ વાગે રાખવામાં આવી છે. સંપર્ક: 020 8205 2529.

૦૦૦૦૦૦૦૦૦૦૦

શાયોનાની મિઠાઇ – ફરસાણ ટેસ્કોમાં મળશે

વેજીટેરીયન કેટરીંગ, શુધ્ધ અને સ્વાદિષ્ટ મિઠાઇઅો, ફરસાણ અને રેસ્ટોરંટ માટે સમગ્ર યુકે અને યુરોપમાં જાણીતું નામ ગણાતા 'શાયોના' બ્રાન્ડના સાત્વિક ઇન્ગ્રીડન્સ અને મેવા માસાલાથી ભરપૂર અને સ્વાદિષ્ટ મિઠાઇઅો અને ફરસાણ હવે ઇંગ્લેન્ડ ભરના ટેસ્કો સ્ટોર્સમાં મળશે.

લંડનમાં નીસડન મંદિર, હેરો, વેમ્બલી અને પીનર ખાતે શાયોના બ્રાન્ડની શાખાઅો આવેલી છે અને શાયોના દ્વારા શાકાહારી કેટરીંગના અોર્ડર પણ લેવામાં આવે છે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત દિવાળી અંક પાન નં. ૧૩૧ અને ફોન નં. 020 8900 0314.

૦૦૦૦૦૦૦૦૦

સિક્યોર અસ સેફ ડિપિઝીટ સેન્ટર

વેમ્બલી - હેરો વિસ્તારના પ્રેસ્ટન રોડ ઉપર સિક્યોર અસ સેઇફ ડિપોઝીટ સેન્ટરનું ગયા અઠવાડીયે શુભ ઉદ્ઘાટન થયું.

સિક્યોર અસ સેફ ડિપિઝીટ સેન્ટર કિંમતી જ્વેલરી, ડોક્યુમેન્ટ્સ, ચીજ-વસ્તુઅો વગેરેને સુરક્ષિત રીતે સાચવવા માટે ઉમદા સ્થળ છે. દરરોજના માત્ર ૨૭ પેન્સના નજીવા દરે આ સેફ ડિપોઝીટ બોક્ષની સેવા મળી શકે છે.

વધુ માહિતી માટે જુઅો ગુજરાત સમાચાર પાન નં. ૨૧ ફોન નં. 020 8908 2200. આપ સંપર્ક કરો ત્યારે 'ગુજરાત સમાચાર'નો ઉલ્લેખ જરૂર કરજો.

૦૦૦૦૦૦૦૦૦૦૦

* વિલ્સડન સ્વામિનારાયણ મંદિર, ૨૨૦ વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે દિવાળી મહોત્સવ પ્રસંગે તા. ૮ના રોજ વાઘબારસ, તા. ૯ના રોજ ધનતેરસ, તા. ૧૦ના રોજ કાળી ચૌદશ પ્રસંગે હનુમાનજી મહારાજની પૂજા અને આરતી, તા. ૧૧ના રોજ સાંજે ૬ કલાકે દિવાળી ઉત્સવ પ્રસંગે આરતી અને તા. ૧૨ના રોજ નૂતન વર્ષ પ્રસંગે સવારે ૧૧ કલાકે અન્નકૂટ ઉત્સવ અને આરતી, સવારના ૮થી સાંજના ૭ સુધી દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8459 4506.

* શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન હેરો HA3 9EA ખાતે દિવાળી મહોત્સવ પ્રસંગે તા. ૯ના રોજ ધનતેરસ, તા. ૧૦ના રોજ સાંજે ૭ કલાકે કાળી ચૌદશ પ્રસંગે હનુમાનજીની પૂજા, તા. ૧૧ના રોજ સાંજે ૭થી ૮-૩૦ દિવાળી અને લક્ષ્મી પૂજન તેમજ ચોપડા પૂજન, તા. ૧૨ના રોજ નૂતન વર્ષ પ્રસંગે સવારે ૬-૩૦થી રાતના ૮ દરમિયાન અન્નકૂટ દર્શન, સવારે ૧૧ કલાકે અન્નકૂટ આરતી અને તે પછી સાંજના ૪ સુધી દર કલાકે અન્નકૂટ આરતીનો લાભ મળશે. સંપર્ક: 020 8909 9899.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter