* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૧૨-૧૫ રવિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* સોજીત્રા સમાજ યુકે દ્વારા તા. ૧૨-૧૨-૧૫ના રોજ બપોરે ૨-૩૦થી ૬-૩૦ દરમિયાન ચિલ્ડ્રન ક્રિસમસ પાર્ટીનું આયોજન જલારામ જ્યોત મંદિર, રેપ્ટનએવન્યુ, વેમ્બલી HA0 3DW ખાતે કરવામાં આવ્યુંછે. સંપર્ક: દિપ્તેશ 07803 136 230.
* શ્રી સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. ૧૩-૧૨-૧૫ના રોજ બપોરે ૨ કલાકે એક્સ્ટ્રા અોર્ડીનરી જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01293 530 105.
* સ્ટાર પ્લસ ચેનલ દર સોમવારથી શનિવાર દરમિયાન રાત્રે ૮ કલાકે 'સિયા કે રામ' ટીવી શ્રેણી પ્રસારીત કરવામાં આવશે.
* એક્વીટસ દ્વારા રોકાણ માટેની કોમર્શીયલ મિલક્તોની તા. ૧૦-૧૨-૧૫ ગુરૂવારના રોજ હરાજી દ્વારા વેચાણ કરવામાં આવશે. સંપર્ક: જ્હોન મહેતાબ 020 7034 4855.
* ધ વાંઝા સમાજ યુકે દ્વારા તા. ૧૨-૧૨-૧૫ના રોજ બાળકોની ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: મિતુલ 07846 297 045.