અગ્રગણ્ય ભજનીક અને ગુરૂ મહિમા, ઝવેરચંદ મેઘાણી રચીત ચારણ કન્યા તેમજ શિવાજીના હાલરડાને રજૂ કરવા માટે વિખ્યાત સંતશ્રી પ્રસાદજી મહારાજ યુકેની મુલાકાતે પધાર્યા છે. તેમના ગંગોત્રી ધામ આશ્રમ, ગોંડલ ખાતે દર ગુરૂવારે ભજન સત્સંગ થાય છે અને પ્રતિમાસ વિધવા બહેનો અને કેન્સરના દર્દીઅોને રોકડ સહાય, ગરીબ વિદ્યાર્થીઅોને મફત પુસ્તક-નોટબુક વિતરણની પ્રવૃત્તીથી જાણીતા પ્રસાદજી મહારાજ વિખ્યાત કલાકાર સાંઇરામ દવેના પિતાશ્રી છે. ગુરૂજી હરિરામ બાપાના શિષ્ય તરીકે કબીર સંપ્રદાયને અંગીકાર કરનાર પ્રસાદજી મહારાજ રેડિયો અને ટીવી પર અનેક કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે. તેઅો તા. ૫ જાન્યુઆરી ૨૦૧૫ સુધી વેમ્બલી ખાતે દિલીપભાઇ રાયઠઠ્ઠાના નિવાસ સ્થાને રોકાયેલા છે. સંપર્ક: 07870 831 685.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૩-૧૨-૧૫ રવિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* નોટિંગહામ એશિયન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા તા. ૧૬-૧૨-૧૫ના રોજ સાંજે ૭ કલાકે એજીએમનું આયોજન ધ NAAC અોફિસ, કોમ્યુનિટીઝ કોર્ટયાર્ડ, વોલાટન રોડ, વોલાટન પાર્ક, નોટિંગહામ NG8 2AD ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0115 876 5589.
* ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩ યુનિયન રોડ, આશ્ટન અંડર લાઇન, OL6 8JN ખાતે તા. ૧૯-૧૨-૧૫ના રોજ બપોરે ૪થી ૭ દરમિયાન ચિલ્ડ્રન્સ ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0161 330 2085.
* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે પૂ. જલારામ બાપાનું આગમન થતાં તા. ૧૦ અને તા. ૧૭ના ગુરૂવારના રોજ સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન જલારામ બાપાના ભજન-ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે પછી દર તા. ૧૪ જાન્યુઆરીથી દર ગુરૂવારે જલારામ ભજન-ભોજન થશે. સંપર્ક: 020 8861 1207.
શુભવિવાહ
* પોરબંદરની હોટેલ શીતલવાળા શ્રીમતી સંગીતાબેન અને શ્રી રાકેશભાઇ મદલાણીના સુપુત્ર ચિ. ભાવિકના શુભલગ્ન ભરૂચના શ્રીમતી ગીતાબેન અને શ્રી સુનિલભાઇ હરગોવિંદદાસભાઇ મસરાણીના સુપુત્રી ચિ. શિવાની સાથે નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.