* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૭-૧૨-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, વિક્સ અને મેટલન સામે, લંડન NW2 6QD ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર સિંધી મંદીર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* શ્રી વિશ્વ સનાતન ધર્મમંદિર, ૧૩૨ વ્હાઇટ હોર્સ રોડ, ક્રોયડન CR0 2LA ખાતે તા. ૨૫-૧૨-૧૫ના રોજ સવારે ૧૧ કલાકે શ્રી સત્યનારાયણ કથાનું આયોજન કરાયું છે. જેમાં પંડિત કમલ શાસ્ત્રીજી કથાનો લાભ આપશે. સંપર્ક: 020 8689 5666.
* પરિષદ યુકે દ્વારા શ્રી વિઠ્ઠલનાથજી ઉત્સવ (શ્રી ગુંસાઇજી પ્રાગટ્ય ઉત્સવ – જલેબી ઉત્સવ)નું આયોજન તા. ૧૦-૧-૧૬ના રોજ રવિવારે બપોરના ૩થી ૬ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8900 1300.
* શ્રી હિન્દુ મંદિર, વેલિંગબરો ખાતે શુક્રવાર તા. ૧-૧-૨૦૧૬ના રોજ સાંજે ૬-૩૦થી જલારામ બાપાની ૧૯૬મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે લેસ્ટરના ભજનીક વિમલ ટંડન અને રવિ તબલચી સહિતના કલાકારો ભજન સત્સંગની ધૂમ મચાવશે. સંપર્ક: 01933 22250.
* સાચખંડ નાનકધામ યુનિવર્સલ (SND) દ્વારા શનિવાર તા. ૨-૧-૧૬ના રોજ સાંજે ૬થી ૯ દરમિયાન ૧૦૦ ઇકનાઇલ્ડ પોર્ટ રોડ, એજબસ્ટન, બર્મિંગહામ B16 0AA ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: રાજેશ મહેતા 07944 847 525.
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે તા. ૨૭-૧૨-૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન ભજન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોહાણા - હિન્દુ સમુદાયની સેવા કરનાર ત્રણ અગ્રણીઅોનું સન્માન પણ કરાશે. સંતશ્રી પ્રસાદજી મહારાજ તેમજ અખીલ અને નિખીલ રાયઠઠ્ઠા ભક્તિ સંગીતનો લાભ આપશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.